પૃષ્ઠ:Rasik Vallabh - 1890 Edition.pdf/૮૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

સ્વપ્નમાં જે જે વસ્તુ કાંઇ, નિદ્રસ્થ દેખે જંન;
તે સમયે ભાસે તેહને, વ્યવહર સાચો મંન.
તે સમે સાક્ષી બ્રહ્મ રહે છે, શ્રુતિ કહે સહુ કોઈ;
વૈખરીનો વ્યવહાર આવો, ઈહાં પણ લે જોઈ.
જાગ્રત સમય સહુ કરે છે, જે વિધિથકી વ્યવહાર;
તે રીત પાછો સ્વપ્નમાં, દેખે સકળ સંસાર.
એ વિધે સત્તા ત્રણમાં, ઉપજે છે વ્યવહાર;
એ દયાપ્રીતમ બ્રહ્મ લગી, સંભવ ન સમજ ગમાર !'

પદ ૪૨ મું

શિષ્ય કહે 'સુણો ગુરુ હું ભાખુંજી, જુક્તિ અવર તેહની કહી ભાખુંજી;
જીવ ને બ્રહ્મ બે એક ઠરાવેજી, ત્યહાં દૃષ્ટાંત તે જળનું બતાવેજી.
જ્યમ જળ મધ્યે જળ મળી જાયજી, એમજ બ્રહ્મમાં જીવ સમાયજી;
વળી જુગતી એક કહે છે અભેદજી, મત તેને રહે નહિ ભેદજી.