લખાણ પર જાઓ

પૃષ્ઠ:Rasik Vallabh - 1890 Edition.pdf/૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પદ ૪૩ મું

દીપની કાંતિ રહિ હોય ફેલીજી, લઇએ તેહને ઘટ સંકેલીજી;
દીપકને કશી હાનિ ન આવેજી, ન્યુનાધિકતા કાંતિને કહાવેજી.
ઉપમા ને ઉપમેય કથનજી, ન ઘટે એક બ્રહ્મ અનંતજી;
વળી કહ્યો ત્રીજો દ્વંદ્વ વિયોગીજી, તે ક્યમ હોય બ્રહ્માનંદ ભોગીજી?

ઢાળ

એક ભોગી ને વળી ભોગ વસ્તુ, બે વિમાશી જોય;
જો એક તો આનંદ અનુભવે, તેહને ન મળે કોય.
અદ્વૈત બ્રહ્મ અરૂપથી, પૃથક્ ના હોય પ્રકાશ,
જો ધર્મીને માયા અડે તો, સ્વરૂપનો હોય નાશ.
કહે જીવ બ્રહ્માની એકતા, જાણવો અજ્ઞથી અજ્ઞ;
છે જીવ તો અલ્પજ્ઞ નિત્યે બ્રહ્મ છે સર્વજ્ઞ.