આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
વળી જીવ તો છે અનીશ્વર ને, ઈશ્વર છે પરબ્રહ્મ;
તે ઉભયની એકતા, વિદ્વજ્જન કે કહો ક્યમ. ૬
અણુ જીવ કર્માદિક વશ ભોગવે વિવિધ ક્લેશ
છે મહદ્બ્રહ્મ સ્વતંત્ર આનંદ કર્માદિક નહિ લેશ. ૭
પડે સ્વર્ગ નરકમાં જીવ એ, સંસૃતિ વારંવાર;
જન દયાપ્રીતમ કૃષ્ણભક્તિ કરે પામે પાર. ૮
પદ ૪૪ મું
જીવ મનોરથ કરે અનેકજી, પૂરો ન પડે તેમાં એકજી
બ્રહ્મ ચાહે તે તત્ક્ષણ હોયજી, તેને મેટી ન શકે કોયજી. ૧
હું જ બ્રહ્મ છું જગમય કહે છે જી, જનનરકના ભોગને સહે છે જી;
મિથ્યા ગુરુ ને મિથ્યા જ્ઞાનજી, શિષ્ય મૃષા ક્યમ તે ગુરુધ્યાનજી. ૨ ૨
ઢાળ
ક્યમ ધ્યાન જૂઠા ગુરુનું આવે? ન સમજે બાળ;
રે શિષ્ય તું મા પડીશ, માયાવાદિ માયા જાળ. ૩