પૃષ્ઠ:Rasik Vallabh - 1890 Edition.pdf/૯૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

હોય અનીશ્વરવાદી મીમાંસક, કર્મ અત્યાસક્તિ;
હરિ બહુર્મુખ તે જાણવા, કદી પ્રાપ્ત થાય ન ભક્તિ.
પ્રન્હુ વિમુખ દ્વિજ ગુણ બાર સહ, સ્વયં તરે નહિ ગરવાલ;
હરિ દયા પ્રીતમ દાસ વર, કુળ સહ તરે ચાંડાલ.

પદ ૫૦ મું

કદિ વિમુખ હોય ગુણ ભંડારજી, તે સહુ ગુણને છે ધિક્કારજી;
કદિ હરિજન મહાદોષની ખાણજી, તદપિ વર સાધુ તે જાણજી.
બ્રાહ્મણ થઈ સાધે હરિ ભક્તિજી, તેહને તુલના જન જક્તજી;
સાચા બ્રાહ્મણ કહાવે તેહજી, કૃષ્ણ બ્રહ્મને જાણે જેહજી.