પૃષ્ઠ:Rasmala II.pdf/૧૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬૮
રાસમાળા

૧૬૮ રાસમાળા. સૂરજમલના કુંવર સબલસિંહે પોતાના પિતાના મરણના સમાંચાર સાંભળ્યા એટલે ડરીને ખારવટે નીકળ્યે; પશુ તેને લાલચથી પાછાઓ- લાવ્યે! અને તેનાં હરસેલનાં બાર ગામ લઇ લીધાં. સુડેટીના માન- સિંહની પછવાડે તેના કુંવર જોરાવરસિદ્ધ થયા. રઘુનાથ કરીને તેને એક ખીજો ન્હા કુંવર હતેા તેને ગેાતાના ગ્રાસ આપ્યા તે તેના પછી તેના કુંવર સુરતસિંહને મળ્યું. પટાવતાની પાસે ઘણાં ગામ જતાં રહ્યાં હતાં અને 'ખાલસા ગામ થોડાં રહ્યાં હતાં. માટે મહારાજ કુમાર ભવાનીસિંહે સુરતસિત પાસેથી, ગા- તાનો ગ્રાસ લેવાને પ્રયત્ન કરવા માંડયા. તેણે સુરતસિંહને કાહાર્વી મોકલ્યું કે, તમારાં ગામમાંથી એક કે એ ગામ અમને આપે. આ વાત મહારાજ શિવસિંહને સારી લાગી નહિ પણ કુંવરને તેને ડર રહેતા હતા તેથી તેને વધારે કેહેવાયું નહિ. સુરતસિહે સદેશાના ઉત્તરમાં ખારવટું લીધું અને પેાતાના કબીલાને પાલની અગ્નિમાં મેવાડનાં જવાસ અને પાણ ગામ છે ત્યાં લઇ ગયા, અને ઇંડરવાડા ઉપર હલ્લા કરી, ઢેર વાળી જઈને ખેડુત તથા ગામના વ્યાપારિયાને પકડી લઇને તેમની પાસેથી દંડ લેવા લાગ્યા. એક સમયે બ્રહ્મખેડ ઉપર તેણે હુલ્લા કર્યા, ત્યાં ઇડરનું થાણું રહેતું હતું તેમાં ધેડા અને પાયદળ થઇને એકસે માણુસ હતું, આઠે- કાણે ભારે લડાઈ થઇ, ત્યારપછી ઇડરના કેટલાક વાણિયા સાદરી ખીણમાં ઋષભદેવની યાત્રા કરવાને જતા હતા તેમણે પાતાની સાથે પચીશ કાળી વળાવા રાખ્યા હતા તે સહિત તેમણે થાણા ગામના આગળ ઢાળે કર્યું. ત્યાં સુરતસિંહ આવ્યું અને તેમને પૂછ્યું કે આટલા બધા વળાવા રાખવાની શી અગત્ય છે? ત્યારે તેઓએ કહ્યું કે તમે ખારવટે છે માટે: તે સાંભળી સુરસિદ્ધ ખેલ્યા, કે તમારે મારી બીક રાખવી નહિ, કેમકે ઈડર તે મારે માતા સમાન છે તેથી તેનું લૂગડુ નહિ ખેંચુ, પછી તે- મની સાથે યાત્રાને સ્થાને ગયા અને પાછાં વળતાં તેઓને ઘેર પાહાયા- અ. વ્યાપારિયા જ્યારે ઈડર ગયા ત્યારે તેઓએ મહારાજને અને કુંવરને કહ્યું કે સુરતસિંહે ઇડર શેહેરના લેકનું રખવાળુ કર્યુ માટે એને બે- લાવે. આ વાત કુંવરને ગળે ઊતરી નહિ. ત્યારે મહારાજે, કુંવર જણે નહિ. ઍમ સુરતસિંહને કાગળ લખ્યા કે ચારીવાડ મારૂં થાળીનું ગામ