લખાણ પર જાઓ

પૃષ્ઠ:Rasmala II.pdf/૧૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭૨
રાસમાળા

૧૭૨ રાસમાળા. નાં એક એ ગામ મારવાની મરજી મહારાજે જાવી, પણ તે વેળાએ કુંપાવત નારસિદ્ધ પ્રધાન હતા, તેણે કહ્યું કે, મહારાજ! આપણે પાલણ- પુરની સીમા ઓળંગીને આવ્યા છિયે, તેથી આપણી જીત થયેલીજ છે, તમે ધારોછે તે પ્રમાણે ગામ મારવાથી માત્ર કજિયા વધશે.” મહારાજે આ સલાહ માન્ય કરી અને ઘરભણી પાછા વળીને ત્યાંથી તેણે ઢાંતા ઉપર ચ- ડાઇ કરી. એટલે ત્યાંના રાણા જગતસિડુંગરામાં નાશી ગયે. ઇડરની ફાજે નવાવાસ અને ભીમાલ ગામ લૂટયાં ( ત્યાંતા લે ત્યાંથી નાશી ગ- યા) અને શેલડીનું વાવેતર જોઇને તે કાપીને તેનાં ઝુપડાં ખધાવીને ફેાજ ત્યાં એક મહિના રહી અને આસપાસનાં ગામડાંમાંથી ખાવાનું મેળવવા લાગી. છેવટે એવેા ઠરાવ થયે। કે, દાંતાના રાણાએ મહારાજને પ્રતિવર્ષે પાંચસે રૂપિયા ખંડણીના આપવા; પછી મહારાજ ઇડર પાછે ગયા,