પૃષ્ઠ:Rasmala II.pdf/૩૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૧૪
રાસમાળા


જાયછે તે વેળાયે દેવ, મિત્ર કે બીજાના આકરા સેગન દેવામાં આવે છે. એક જરૃ પીને ચાકર પીકદાની ધરેછે તેમાં કોગળા કરી ડાકાર: હાય ધાઈ પોતાના લૂગડાથી લુવેછે ને પછી ભીખને માટે જગ્યા ખાલો કરી તે પેાતાની જગ્યાએ જઇ બેસેછે. આ પ્રમાણે કસુંબાપાણી કચ્યા પછી પ્રકાર અને તેના સાતિયે કચેરીમાં બેસેછે અને સેતરજ, ગ, કે સાકટાં ખેલેછે અથવા રામજણી આવીને તેનું એકસુરી ગાણુ ગાયછે, અથવા ગવૈયા કે પછી તેને સદા ખુશ કરનારા ભાઇ અને ચારણા આવેછે. સૂર્ય આથમેછે ત્યારે મશાલચી આવીને ખડા રેહેછે, અને કચે- રીમાં દીવા પ્રકટેએ એટલે દરખારમાં બેઠેલા સર્વે લેાકા ઉભા થી કી- ની ગાદીને સલામ કરેછે. પછી પાછા એસે એટલે રમવાનું, ગાવાનું, નાચવાનું અને વાત કહેવાનુ કામ અગાઉની પે ચાલેછે. અને કચેરી બરખાસ્ત થાયછે. અમારા આગળના લખાણુ ઉપરથી જાણવામાં આવ્યુ હશે કે, દાકારને ધણી ઠકરાણિયા હોયછે. તે દરેકને ઝૂકેજા મેહુલે રાખેછે. જેના જ્યારે વારે આવેછે ત્યારે તેને મેહેલે વાળુ કરીને રહેછે. ઠાકાર જમવા બેસેછે તે વેળાયે ઠકરાણી પેાતાની દાસિયા સહિત તેની હાજરી માં રેઢુછે અને પછવાડે રહી પંખા કરેછે અને વાતો ચાલેછે એ ખરી હાયતા (કેમકે તે વેળાએ કોઇ અજાણ્યાને આવવા દૈતા નથી) મર્મનાં વચન માલતી વાતા કરતી જાયછે. ભાટ અને ચારણા રજપૂતાની સાથે ઘણા સબંધ ધરાવેછે, તે ની ઉત્પત્તિ વિષે કશું જાણુવામાં આવ્યું નથી પશુ તે કેહેછે કે અમે મહાદેવ અથા શિવનાથી ઉપન્યા કે. કેટલેક ઠેકાણે તેઓ ખેતીવા- ડીનું કામ કરેછે, અને કેટલેક ઠેકાણે કાંધાં પાંજરાં અને વ્યાજવાદ્ગારાનુ કામ કરેછે પણ તેના ખરા ધંધા તા જમાની કરવાના અને તેના રજપૂત યજમાનાની વહી રાખવાના છે. · અણુહિલપુરના રાજવંશને મુસલમાનોએ નાશ કર્યો ત્યારથી તે