પૃષ્ઠ:Rasmala II.pdf/૪૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૭૦
રાસમાળા


માહનમંત્રની વાતે મંત્રશાસ્ત્રમાં છે. તેએના રચનારાઓને તે વે ળાએ એ વિષેનું જે જ્ઞાન હરશે તે કરતાં હતાં ગૂજરાતમાં વધારે મે- હનવિધા સંભળાયછે, તે એવી રીતે કે આંખાને તથા કાનાને મેહ - પળવાની કળાએ જાણુનારા કાઈ ઘરેણું કૂવામાં નાંખી દઇને ભીંજી જ- ગ્યાએથી કાઢાડી દેખાડેછે, તથા અજાણ્યા માણુસેનાં નામ બેલી દેખા- ડેછે, તથા લૂગડું બાળી દેખાડીને સાજું કરેછે. આંબાનું ઝાડ તુરત ઉ પન્ન કરેછે, ચાંમડાને સર્પ કરેછે; કાંકરાના રૂપિયા કરેછે, ઠાલા હાથમાંથી દરેક પ્રકારની જગુસે કાદ્વાડેછે, તે દેખીતે મૂર્ખ લોકો એમ સમજે છે કે કાઈ દેવની સહાયતા વિના આવું કામ થઇ શકે નહિ. સ્તબનમત્ર વિષે એવું લખવામાં આવ્યું છે કે, એથી શત્રુનું લગ્ન- ૨ આવતુ હાય તા થૈાભી રહે. તથા વાળવાળા લોકોનાં વાજિંત્ર બંધ થઇ જાય, સામાવાળિયાની બુદ્ધિ બંધ થઈ જાય, વેહેતું પાણી બંધ થઇ જાય, અને નાસતા ચાર ઉમે રહે. આકર્ષણમંત્ર વિષે નીચે લખેલી વાત બહુ સાધારણ છે, કાઇ એક રાણિયે પેાતાની દાસીની પાસે ચૈઢામાંથી લેલતેલ મગાવ્યું હતું તે લો દાસી આવતી હતી તેવામાં તેને એક જતિ મળ્યા, તેણે કહ્યું કે એમાંથી મતે એક શળા ભરીને લેવા દે, એમ કહીને તેણે આકર્ષણમંત્ર ભણીને પેલી શળી તેક્ષમાં ફેરવી પણ તેની દાસીને કાંઇ ખબર પડી નહિ. કટારામાં તેલ ફરતુ દેખીતે રાણિયે દાસીને પૂછ્યું કે રસ્તામાં તને કાઈ મળ્યું હતું ? ત્યારે તેણે કહ્યું કે આપણા ગેરજિયે એક શળા ભરી લીધી છે, એ વિના બીજું ટાઇ મને રસ્તામાં મળ્યું નથી. રાણિયે તે સાંભળીને એક મ્હોટા પથ્થર પડશે.. હતા તેના ઉપર તેલ રેડી દીધુ એટલે રાતમાં તે પથ્થર ઉડીને પેલા જ- તિના અપાસરામાં પડયા. પછી એ વાતની રાજને જાણ કરી ત્યારે તેણે જતિને મારી નાંખ્યા. આપણા જોવામાં આવ્યું તે પ્રમાણે, ખીજા ભીમદેવના સસાહકાર અમરસિંહ શેવડાએ ભાણુક, ક્રિયા, અને દેવને વશ કરી લીધાં હતાં, તે વશીકરણ મંત્રતી સહાયતાથી. તેને ધણી પણ મંત્રવિદ્યા જાણતા હતા એવું તેને માથે ખેતાન છે. જીવા પ્રથમ આવૃત્તિ ભાગ ! લે પુષ્ટ ૨૫-૫૨