પૃષ્ઠ:Ravan Mandodari Samvad.pdf/૧૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

<poem>

કવિત-દોઢીયું. હનુમંત કહે માત, મત કરો આત્મઘાત, આયે અબ રઘુનાથ; હાથ દોઉં જોર કહું, દુહાઇ રામ આણકી; મેં હું અંજનીકો તંન, જાગૃતિ પતિકો જન, વાકે ચરણે સદા મંન; અરણવ કે નીર તીરે, સુરત ધરો કાનકી; રાક્ષસિ સબ ઓર નર, નહિ મોયે કોકો ડર, દેખી લંક ઘર ઘર; ગામ ઠામ દેખ આયો, બાડી બંન પાનકી; સામળ કહે સુયેખી, રાક્ષસીમેં સીત પેખી, લાજ મેં અલેખી દેખી; મેરી તુમ માત તાત, જનક જાયા જાનકી. ૫૬ કવિ-રામ નામ સિત, ચિંતા તાજ ધરી ચિત્ત, ભામિની હુઇ ભયભીત; સીતા-રીત એ કાંહાંકી, માનવ બનચારી હૈ; હનુ-બાત મન આપ ચીની, મુદ્રિકા લે હાથ દિનિ, પ્રણામ કર શીશ લિનિ; બીતી હે માત એ, બાત તો ભારી હૈ; સી-તબ બચન બોલે બાઇ, તમ સુનો જુ મેરે ભાઇ, ઉત્તમ બસ્ત કહાંસે પાઈ; આઇ જો હાથ તેરે, મેરે આગુ ડારી હૈ; હનુ-રાવણ હરણ કરી લાયે, ખોલતે દો બીર આયે; બેઠેતે હમ પાંચ ભાયે; દીની નીસાની જાણી, આતિ શુભ સારી હૈ. ૫૭ કવિ-બાનરકો બચન સુનો, સત બોલ આપ ગીનો, તાથે પ્રતિ ઉત્તર ભનો; સીતા-બન્યો સબે કામ, રામ આયે છોટે શીરસું. કપી જુ સુનો બાત, કઠીન ભયે દોનું ભ્રાત, નાયો કોય તેરે સાથ; તાથે મેં કહું માન, આણ જાણ વીરસું; હનુ-હનુમંત કહે સુનો, બાની મનમેં ગીનાન આની, સાત સુદ્ધ નાહિજાની; પાનીવલ પલકમેં, આવે સબ ધીરસું; કો તો સબ લંક જારું, રાબનકું ચીર ડારું, શૂરબીર ધીર મારું; સારું કહે સામળજુ, નાંખું લંક નીરસું. ૫૮ કહો તો રાક્ષસીકુંરોળું, વાંકે ચાકર સબ ચોળું, ધડ દુર્ગકું ઢંઢોળું; બોલું મેં માત બાત, બચન માંનો કામકો; કહો તો દશ શીશ તોડું, સૂરકે સબ બંધ છોડું, વાંકે નિશાન ફેડું; મોડું મહા માન ઠામ, ટાળું લંક ગામકો;