પૃષ્ઠ:Ravan Mandodari Samvad.pdf/૧૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

<poem>

દેખકે મહેજુત હુવો, કપિવરકો રૂપ દેખો; રાવણ-સતબોલ બાત કપિ, કીનકો પઠાયો હૈ; ગામ નામ ઠામ કહો, જત ભાત બાત લહો; લાભ કહા લેનેકું તું, લંક લગી આયો હૈ; હનુ-હું રામ કો ગુલામ ખાસો, આયો દેખને તમાસો; નાઠો કો પતિત પાપી, સીત લેકે ધાયો હૈ; સામળ કહે ઘાટ ઘડું, અન્યકી મેં ઓટ અડું; પાડું દોઇ શીંગ વાકે, આજ ચોર પાયો હૈ. ૬૭

દોહરા. કવિ-જુલમ કિયો હનુમાનકું, ધાયો શીંગ બોહો તીર; ન અડે ચીમટ આપકું, જાકે શીર રઘૂવીર. ૬૮ રાવણ-લંકાપતિ બાણી કહત, કિસબિધ મરણો તોય; જો ચાહે સુખ આપનો, તો બાત બતાવો મોય. ૬૯ હનુ-બુદ્ધ હિતે બિચાર મન, બાંદર કહે મોય બાનિ; પાવક જારે સબનકું, ઇત્ત ચતુરાઇ આનિ. ૭૦ કવિ-કપિકી બાત મનમેં બસી, અબહી મીલ્યો મેલ; આણી વસ્ત્ર બોહો ઢગકિયો, ઉપર છટક્યો તેલ. ૭૧ લિયો પૂછ લપેટકે, બાંધ્યો બંધ અપાર; પાવકસેં પરજાલિયો, ઉપર દીનો માર. ૭૨ જ્યું છૂટે દારુ દરખસેં, ગગન ગઇ ઉસ ઝાલ; ચડ્યો અટારી હુંકકે, ફક કરંતો કાલ. ૭૩ ઘેર ઘેર લોકો કરત, દોર દોર ફર ફેર; ભડક ભડક ભૂવન જલે, જલી જાય ઘેર ઘેર. ૭૪

કવિત. ખરાબ કરી લંક સબે, વાળ્યો આડિ અંક અબે; તબે ધાયો આયો પાયો, મન બહોત સુખકું; રખે માત સીત જરે, એસો શોચ આપ કરે; દેખ દૃષ્ટ પુંઠ ફરે, ઝાળ લાગી મૂખકું; સીતાકું કીયો જુહાર, કુદ ગયો ઓર પાર; આયો રામ કે દરબાર, મેટ ગયો દુઃખકું;