પૃષ્ઠ:Ravan Mandodari Samvad.pdf/૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

<poem>

રામજી બધાઇ સુની, તબહી આશિષ દીની; રામ-નિશાનીકું સત ગની, ધન માત (તેરી) કુખકું. ૭૫

છપ્પો. હનુ-શ્રી લંકાગઢ માંય, તહાં બેઠાં સિત માતા; દિવ્ય દીઠું દર્શન, પ્રસંન મુખ પામ્યો સાતા; દુઃખ દાવાનલ દેહ, તેહનું મન તુમ ચરણે; નારાયણશું નેહ, તેહ, જે અશરણ શરણે; મણિ મૂક્યો મુખ આગળે, કારણ કથી માંડી કહ્યું; કવિ-સુણિ ચિત્ત રામ લક્ષ્મણતણું, સીત થકી શીતળ થયું. ૭૬

કવિત. હનુ-ઉઠીએ મહારાજ, કપિનાથ સબે સાથ; કહું વાતજોડી હાથ, કામ શિઘ્ર સિદ્ધ કિજિયે; રામકો પ્રતાપ પ્રૌઢો, ચડો શૂર સબ આપ; કીજે લંકકું ખરાબ, છાપ દેકે મન રીજિયે; ઉઠીએ અબ આજ, બાંધો અર્ણવકું પાજ; રોળો પાપી કેરો રાજ, કાજ કરી સીત લીજિયે; કહે સામળ જું જોર, દુષ્ટ સિતાજીકો ચોર; હનુમાન કહે મોર, (તોર) શિશ દંડ દીજિયે. ૭૭

દોહરો. કવિ-બચન સુન્યો હનુમાનકો, પ્રસંન ભયે શ્રી રામ; સુગ્રીવ સહિત ઉઠે સબે, કરબો ઈસબિધ કામ. ૭૮

છપ્પા દુપટ. દિયો દદામે પોર, ઠોંરદે ચડે રઘુ નંદન; જે જે કરે સબ દેવ, બરખે કુસુમ ઓર ચંદન; કપિવર પદ્મ અઢાર, રીંછ બોહોતેર ક્રોડ જાની; સુગ્રીવ આદિસબ સૂર, સેના બડી બહોત બીખાની; અંબર છાયો ખેહ, ગગનમેં ધન જ્યું દીસે; ધસે બરાડી પૂર, સુર સામદ સહુ ટીસે; ગાજે અર્ણવ ગંભીર, ધીર શબ તીરે આયે; પડાવ કિયો હનુમાહ, તહાં પરમ સુખ પાયે.