પૃષ્ઠ:Ravan Mandodari Samvad.pdf/૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

<poem>

હુકમ કિયો કપિરાય, થયો સજ દોદિશ જાયો; ગિરિવર અષ્ટ સુજાન, પહાંન ઉઠાકર લાયો; આયો બેઆ પલકમેં, સેતુ પાજ્ય બાંધ્યો સહી; સામળ જુકે શિર રામ જોર, ચોર રાવણ જાયે કહીં. ૭૯ કો ઉદયાચલ જાય, કો અસ્તાચલ ધાયો; કો બંધાચલ બીર, તીર હિમાચલ પાયો; કોઉ ગોમે ગિરિ ઘેર, કો કંભાગિરિ પહેંચો; કો સુવેલુ શીંગ, કો મીનકાચલ એહેંચો; દુર્ગ અનેક ગિરિ જેહ; તેહકું શિરપર લાયે; રમત જુએ શ્રીરામ, કામ કર છીનમેં આયે; આદ્ય ઋષિયન કો શાપ, શીખ કવિયનકું દીનો; તાથે તારે પાહણ, કામ કાયર યહ કીનો; રામ નામ પરતાપ, ગિરિ સબ નાંખે પળમાં; તુંબર તરે જ્યું નીર, પાણ તરે ત્યું જલમાં; બાંધી પાજ વિલાસ સબ, વિકટ અર્ણવ કે નીરકું; કહે સામલ કવિ સીખ દું, બિભીષણ બડે બીરકું. ૮૦

કવિત. વિભિષણ-બિભિષણ કહે સુણો ભ્રાત, આયે હે શ્રીરઘુનાથ; લક્ષ્મણ અનુજ ભ્રાત, જનમકો જતી હૈ; આપ મન જ્ઞાન આનો, વાંકો તો ગુણ બિખાનો; દેવનકો દેવ જાણો, ત્રિલોકકો પતિ હૈ; જાકે નામ મુક્તિ પાવે, જઠર ફરી ન આવે; દર્શને અધ કોટિ જાવે, અતલિબલ અતિ હૈ; સામળ કહે કામ કીજે, રંક કેરો કહ્યો કીજે; કર જોર સીત દીજે, શુભ શિરોમણિ સતી હૈ. ૮૧ કવિ-દૃઢતા કર બોલ્યો ધીર, મનમાં બોહો આને પીર; રાવણ-મેરો તુમ નાહીં બીર, (પર) કીરત બિખાની હૈ; મોયકું કહા ડરાવે, દોનું શીશ વે ધરાવે; જાવેગે કહાં વહાં આયે, બનચર પિછાની હૈ; સબકું સત ખંડ કરું, લંગુરોંસે નાંહિ ડરું; હરું વાકો જોર વાકી, ચોહની નિશાની હૈ;