પૃષ્ઠ:Ravan Mandodari Samvad.pdf/૧૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

<poem>

રા-અજોધ્યા લગે, ભુમિ ઉદવસ્ત કરું, આય રાખું ઘણું જોર ઝાઝું; દુઃખ કાયર તણી, નારી તું અવતરી, મેલ્ય લવરી પરી હું જ લાજું; પાતાળ ઉપર કરું, સ્વર્ગ આણું તળે, ખંડ નવ ભોમ્યનો ભાર ભાજું; રામ લક્ષ્મણ લઘુ, બાળ બે બળ કશું, દરપણસું દેખતાં દેહ દાઝું. ૯૭ મં-વિનાશ કાળે તુંને, બુધ્ય વિપરીત થઈ, સીત સામી કુદૃષ્ટે જોયું; હુંશ થઈ વાઘનાં, દૂધને દેહની, મોતની ઘુઘરી ધ્યાન ધોયું; રસ અમૃત તણી ખાંણ જાણી હરી, વિખ હલાહલ બીજ બોયું; કહેત મંદોદરી લાભ શો કહાડિયો, ચોકડી ચૌદનું રાજ ખોયું. ૯૮ રા-ક્રોડ તેત્રિશને હોડ હાંકું અમો, કહે તો ત્રિલોક આ એક કીજે; દિગ્પાળ દશે દિશા વશ કરું વાતમાં, નાગ નદ તે તણિ લક્ષ્મી લીજે; સાત અરણવ તણાં નીર શોષું કહો, ભામ્યની ભાર બ્રહ્માંડ ભીજે; નવખંડ નરપત્ય તણાં માન મોડું ક્યમ, રામની ભીત્યથી સીત દીજે. ૯૯ મં-સીત હરી આવિયો ખઈરોગ લાવિયો, નહીં ભલો ચિત્ત ચાળો; કામી અતિ અંધ દશકંધ આપે થયો, ધંધામાં ધ્યાન એ બુદ્ધ બાળો; સીત દ્યો તો પછે ભીત કશિ રીતની, પ્રીતશું પરવરો પંથ પાળો; કંથ તુજ કારણે જાઊં વિધ વારણે, બારણે કળકળે કાગ કાળો. ૧૦૦ રા-લુણ હરામ કર્યું હેલીઓ મારું, રામ લક્ષ્મણ તણાં શું જોર જાણો; માંકડાં રાંકડાં વાંદરાં વન તણાં, તે તણાં સૈન્યને શું વિખાણો; દશાનન તણા હાથ દીઠા નથી, ત્યાં લાગી રામ સાથે મન મોજ માણો; ફુંક મારી થકી પાણ ફાટે ઘણા, એહ અહંકાર અતિ શૃંજ આણો. ૧૦૧ મં-લંકપુર પરવરી સીત એ સુંદરી, ત્યારથી પાપ વરસાદ ઉઠ્યો; તે તણાં કરસણાં ઉગશે તે જુઓ, નાઠા થકી નરપતિ નહીં છૂટો; વાત વિપરીત થઈ સર્વ સમૃદ્ધિ ગઈ, રાજ મહારાજ રઘુનાથ રુઠ્યો; કહેત મંદોદરી સોંપ્ય એ સુંદરી, ન તો જાણરે કંથડા કાળ ખૂટ્યો. ૧૦૨ રા-કામિની કહું કરગરી સાન આણે નહિ, કુણ વનિતા તુંને વેદ વારે; સાત સાગર તણી ખાઈ શોભે સદા, હોડ હરામ થકી કામ હારે; વિભિષણ જઈ રહ્યો તેહ દુશ્મન થયો, તેવું કરજો ગમે મન તારે; નેહ કરી દેહ આ શિશ નામું નહિ, એહ પ્રતિજ્ઞા છે મન મારે. ૧૦૩ ન્જાઈ ભુંડો થયો તેમ તું ભામિની, કથન સંભળાવિયાં કુડ કર્ણે; માર ખાઈ મારા હાથનો તે ગયો, લાગિયો શત્રુને ચિત્ત ચણે;