પૃષ્ઠ:Ravan Mandodari Samvad.pdf/૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

<poem>

મહિપત કહે સુણ મંદોદરી, રાવણે રાડ લીધી સહી; ન આપું કહી નારી હરી, હઠીલો હઠ મૂકે નહીં. ૧૧૪ મંદોદરી-તમે સકુળની નાર, નમે ફળ ફુલે વેલી; નમે સત્પુરુષ કો સાધ, નમે સલિ(રિ)તા રસ રેલી; કદી નમે નહિ કાઠ, નમે નહિ કુલય કામી; નમે નહિ કો નીચ, હઠીલો જેહ હરામી; નમે શ્રીરામ સરીખડા, જેણે ધર્મ મન ધારિયું; ન નમે રાવણ નરપતિ, જેનું સુખ પરવારિયું. ૧૧૫ રાવણ-બેશી રહે બુદ્ધ હીણ, લુણ મારું તું લજાવે; પ્રગટી કાયરની કૂખ, તોલ મારું તું તજાવે; વેરીનાં કરે વખાણ, વપુ કરે છે વાલો; લવરી કરે લખ વાર, કુંવર કંથ જાણી કાલો; તુજને પૂછી લાવ્યો નથી, જુવતી તુજ કહે તો નહીં જડે; બેશ માનિની જઇ માળિયે, જો કંથ તારો કેવો વઢે. ૧૧૬ મંદોદરી-રામ સંગાથે રાડ, કરવા નહીં સમરથ કોઇ; નરવર તે શ્રીરામ, જોરાવરમાં શું જોઇ; ધનુષ જે દૃઢ ધીર, વળગ્યા બોહો બળિયા બાથે; ટચલી આંગળિયે તરત, ભાંગ્યું હરિ એકે હાથે; એવાં પ્રાક્રમ અનેકધા રાય જોશો ઘણાં રામનાં; કંથ કેટલું કહું કરગરી, કથન કામિનીનાં કામનાં. ૧૧૭ રાવણ-અણબોલી રહે અજાણ, જક મૂક તારી ઝાઝી; નરમપણું કાં કહે નાર, રાવણ તેથી નહીં રાજી; ભલું ચિંતવો ભાગ્ય, બોલ ભલાઈ ભાતે; લક્ષ્મણ સરિખા લાખ, જિતવા જોર છે જાતે; બાજી દેવા બળવંતશું, બાજીગરથઈ આવિયો; રાવણ બીશે કેમ રામથી, લંગુર ઘણેરાં લાવિયો. ૧૧૮ ચોખરો. મં-લંકાના પૂરપતિ સાંભળો કહે સતિ, મહિપતિ છો ઘણું મેટ માઝા; લોક કહેશે કોઈ પાસે હતું નહીં, કરગરીને કહું કંથ કાજા; સુજનને દુઃખ પમાડશો સહેજમાં, શત્રુ થાશે તારા તરત તાજા; શ્વાન રુએ ઘણાં શ્રિયે સામટાં, મેડિયે બોલિયો રાત રાજા. ૧૧૯