પૃષ્ઠ:Ravan Mandodari Samvad.pdf/૨૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


<poem>

રાડ જુઓ એ રીંછડા કેરી, કણ એક ભાજન ભરિયામાં; કાયર ક્યમ થઇએ આગળથી, શું વહાણ મૂક્યું છે દરિયામાં. ૧૪૫ કણબી-કહે કણબી કેમ કામિની દીજીએ, જાત જોરાવર શું એની જાણી; પાછા જશે અથડાઇને પોતે, કે લહેઅ સમુદ્રની લેશે તાણી; લંકા સરિખડો કોટ લેશે ક્યમ, રાવણ રાય દેખિતો જે દાણી; પૃથિવી એ પત મૂકે કેમ, છેલ્લે ક્યારે શું ગયું છેજી પાણી. ૧૪૬ ચોખરો. સઇ-ગજધર કહે દાહડા પાધરા દૈત્યના, શિવ વરદાનની છાપ છેરે; સાત સમુદ્રની આડ છે ઓટે, અધીપત રાણોજી આપ છેરે; દેવ હીંડે છે દશો દશ નાસતા, ત્રણ લોકમાં જેનો તાપ છેરે; ભલું લાવ્યા છો તો ભૂપતિ ભામિની, ગજે તસુ તો માફ છેરે. ૧૪૭ સવૈયો. કુંભાર-કહે કુંભાર કરો શી વાતો, એહ તો મારગ એડો છે; વઢતાં કુણ જિતે કુણ હારે, મહીપતિ માની મેડો છે; લેવો ગઢ લંકાનો દુર્લભ, વંક વેળામણ વેડો છે; શું ઘડો કે ઘેડ ઉતરશે, ચાક ઉપર હજુ પેંડો છે. ૧૪૮ લવાર-કહે લવાર મોકલો એ કુંભક, ભક્ષ કરે તોએ વાંદર ખૂટે; નહિતર જોર કરો જંજાળનું, આપ અરાબ અનેકધા છૂટે; રાક્ષસ મોકલો રીંછડાં સામા, રણ વિષે વરખા જેમ પૂઠે; બળવંત રાણા બેઠા જુઓ બારણે, લુહાર ને લોઢું આફણિયે કૂટે; સોની-કહે લાવ્યા છો સીતાને, પ્રાતે વચન એ પળવું છે; ચોટ નાંખી છે તો ચંતા શી, રાજ્ય પદવીમાં રળવું છે; આમે કરમ લેલાટ લખાણું, તે શું ટાળ્યું ટળવું છે; સોનું પહેરે જો કાન જ ત્રુટે, જતરડા વચ્ચે નીકળવું છે. ઘાંચી-ઘાંચી કહે ઘણું શું જોર એમાં, માંકડાં કેરો એ માર જોરે; બાળક બેહુમાં બુધ છે કેટલી, ભૂપ ભારેનો એ જોર જોરે; નહિ ઘોડલા જોડલા હાથિયા સાથિયા, કટક કેરો પોકાર જોરે; હડબડવું નહીં હિમ્મત રાખવી, તેલ જો તેલની ધાર જોરે. મોચી-મોચી કહે મેં તો માંકડાં દીઠડાં, નાશે જેમ રણમાં રોઝડારે; કોઠાં બિલાંને કાજે વઢે ઘણું, તુચ્છ તરણાવત તોછડાં રે;