પૃષ્ઠ:Ravan Mandodari Samvad.pdf/૨૭

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


<poem>

દૂકતાં કૂદતાં ઢુંકતાં ઝુકતાં, ફોજ નહિ એ તો ફોજડાં રે; હીંમત રાખીએ દલ એ દાખિયે, પાણી પહેલાં શાં મોજડાંરે; હજામ-નાઇ કહે છે નાત સઘળી અમને, રૈયતમાં સહુ કહેછેજી રંકા; ગત જાને કુણ ગોવિન્દ કેરી, અકલિત અક્ષર એહના અંકા; સુઝ વિચારતાં તો નથી સુઝતું, લંગુર કેમ લેઇ શકશે જી લંકા; કોથળીમાંથી સાપ જ નીસરે, વાળંદના દન હોય જો વંકા. ૧૫૩ રબારી-રબારી કહે શ્રી રામ આવ્યા છે, કેટલા દહાડા ઈહાં બેસી રહેશે; ખાવા પીવા શું પામશે પૂરણ, સુખ દુઃખ કો આગળ એ કહેશે; દશાનન સરખો દુશ્મન છે શીર, લંકામાં આવતાં લેખાં બોહો લેશે; ઢોર ને ચોર થશે એકઠાં જુઓ, ઊંટકો કુણ કિનારે બેશે. ૧૫૪ દરજી-કહે દરજી દલ જાણું છું હુંયે, ભૂપ આપણો ભોળો છે; પહાણ તારી આવ્યો પરપંચે, જનાવર સંઘાતે જોરો છે; બાળી ગયો બળવંતો કોયક, ટેક ઘણેરો તોરો છે; આરા કેડે વારો આવે, જ્યમ સોયની કેડે દોરો છે. ૧૫૫ ધોબી-પરિયટ કહે હું પ્રીછ્યો પારખું, હાથ તારે શિર હરનો છે; નવ ગ્રહે બાંધ્યા છે નરપત, તો ભાર શો એના ડરનો છે; હારીને જો હિંમત મૂકો, તો નામોશીનું નરનો છે, ધોબી કેરો કૂતરો નહિ, ઘાટ તણો નહિ ઘરનો છે. ૧૫૬ ભોઇ-ભોઇ કહે ભૂપત કહું તુજને, સીત હરી તે સાંખી છે; જોરાવર જન દીસે ઝાઝા, ભાગ્ય નિધિ શી ભાંખી છે; પચવાની નથી એહની પ્રમદા, જેવી જીવતી માંખી છે; અંગદ વિષ્ટિયે આવ્યો તો તે, કણક મચ્છને નાંખી છે. સલાટ-સલાટ કહે શાણા છો સઉકો, વેદ વચનની વાણી છે; સીતાજીને સ્ત્રી જાણો પણ, રામ તણી તો રાણી છે; એહના શાપથી ઉદવસ્ત થાશે, હુંશ થકી બહુ હાણી છે; રંકનું કહું રાવણ ક્યમ માને, પત્થર ઉપર પાણી છે. સાબળિયો-સાબળિયો કહે સઉ જાણો છો, જુવતી એહ લાવ્યો છે જાણી; એહને ગમતું આપણ બોલો, વિખાણ કરો વિધવિધની વાણી; શીખામણ દેઇને થાકી છે, રાવણની મંદોદરી રાણી; ધરમે વાતે ધર્મ જ થાશે, દૂધનું દૂધને પાણીનું પાણી. ૧૫૯