લખાણ પર જાઓ

પૃષ્ઠ:Ravan Mandodari Samvad.pdf/૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
<poem>

ભરવાડ - ભરવાડ કહે ભૂપત પૂછે છે, સાચી વાત કહો મન માની; દેશ ભંગ થાએ દેખતાં, પરથમ તો પરજાને પાણી; લંગુરાએ લંકા બાળી, જાન સહુને પહેલી બાંણી; વઢવાડ ન થાય તો સહુને રુડું, તો રહે દૂધ દહી ને દાણી. ૧૬૦ જતી - જતી કહે સહુકો સાંભળજો, ભુંડા લોક તો ભૂર ભમાડે; રામચંદ્ર મોટો રિદ્ધપત રાજા, પ્રૌઢો કોટ પણ વાંદર પાડે; આપણો રાજાજી અતિ બળિયો, જિત્યા છે મલ્લ અધિક અખાડે; એહ સાથે વઢતાં નહિ વાધે, વેચવો કાંશકો વરતિયા વાડે. ૧૬૧ ગોલો - ગોલો કહે ગુણવંતા આગળ, માહરી તો મોટમ મતી; નવ ગ્રહે જિતી બાંધ્યા નરપત, રાવણ રાયની મોટી રતી; જો જિતે તો કામ જ થાશે, નહિતર પાછી આપશે સતી; હાર જિત છે હોડે રમવું, ક્યાં ગોલાને ઘેર ગાયો હતી. ૧૬૨ કોળી - કોળી કહે કહું કર જોડી, દેશપતિ આવ્યો છે દાવે; શૂરો થઈ સીતાને લાવ્યો, તે ક્યમ કુડો કાયર કાવે; જિતવું ને વળી જશ લેવો, નીચ નિર્માલ્ય થયે તે નાવે; કુણ જાણે કિરતાર શું કરશે, ભીલનું ભાલોડ જો પાધરું આવે. ૧૬૩ ખતરી - ખતરી કહે હું ખડતલ કહું છું, હલહલ કરવા દોને હેલાં; મોટા સાથે વઢશે તે મરશે, શું ખાવાં છે સાકર કેળાં; જોર હીમત જણાશે બેનાં, ભૂપતને કહો કરને ભેળાં; એક ઘડીમાં રંગ જ હોય, તાણો વાણો મળશે તે વેળા. ૧૬૪ ચિતારો - ચિતારો કહે ચંતા મુજને, અધિક વાંદરાં આવી અડશે; ઘણાક જોજન છે ધડ ઊંંચો, પણ ચહાય તે વેળા ઉપર ચડશે; દેહવટ કરશે દેશ લંકનો, નિશ્ચે એ નરપત્યને નડશે; શ્રીરામચંદ્ર સમજે છે સર્વે, શું મોરનાં ઈંડાં ચિતરવાં પડશે. ૧૬૫ બારોટ - બારોટ કહે બળવંતો રાવણ, ગુણ હીણે કીધી ગાંડાઈ; રામ સંઘાતે રાડ સાંધવી, ખોટી જાણો એ ખાટાઇ; એક ઘડીમાં ઉદવસ્ત થાશે, પ્રૌઢું રાજ્યને પૂર પાટાઈ; વિખાણ કરિયે તે વાટ જ ઉઠે, ભલી કેવી શી ભાટભટાઇ. ૧૬૬ ભાર - કહે પરજાપત સુણ રે ભૂપત, અતિશે વાંક તમારો છે આડો; ચંતની કેરા ચોર કહેવાણા, તેની સાથે કરો છોજી તાડો;