પૃષ્ઠ:Ravan Mandodari Samvad.pdf/૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
<poem>

હઠાવે હનમંતને જેહ હંડોલ્યે, એવો કો તમ દાસ દેખાડો; જગજીવન સાથે જિત ક્શી તમો, કોઠી ધોઇને શું કાદવ કાઢો, ૧૬૭ તંબોલી- તંબોલી કહે તમો વિચારો, ખરું લખાણું અક્ષર ખાતું; ચૌદ ચોકડીનું રાજ પામ્યાતા, શિવ પરતાપ હતું સુખ શાતું; અયુત ઇંદ્ર તણિ અલબત તે, જુલમ કરેથી દેખસો જાતું; સહુકો જાણે છે સુખ ભોગવિયું, પાન ખાઇ મુખ કરિયે રાતું. ૧૬૮ સોની વાણિયો - સોની વાણિયો કહે છે સાચું, અધિપત છે તારા મનમાં આંટો; જોરાવરસું જુદ્ધ કરવાં છે, તલપદ નહીં એ વિપરીત વાટો; કાળના કાળ પરબ્રહ્મ પોતે, એની સાથે વઢી શું ખાટો; કર્યાં કરમ ભોગવશો કુડાં, રામ હાથો રઘા સોનીનો કાંટો. ૧૬૯ વૈદ - વૈદ કહે વેરી શું વઢીએ, તો તો એક કહું તે કીજે; સામ દામ ને ભેદ કરો બહુ, ખરી વાતમાં કોય ન ખીજે; આમે જે લખ્યું તે થાશે, ઘડિયે લાવો લાખેણો લીજે; બળ દેખાડી જુઓ એ બીહે છે, પ્રથમ રેચ નેપાળાનો દીજે. ૧૭૦ વેદીયો - વેદીયો કહે એ વેદે લખાણું, મહા શાપ સતીના સુણવા છે; લંગુરને જે લંકા લેવી, તે ડુંગરા શું ખણવા છે; જેવું વાવિએ તેવું ઉગે, તેવા કણ પછે લણવા છે; રામ રોળી નાંખે રાવણને, એમાં વેદ શું ભણવા છે. ૧૭૧ ભાડભુંજો - ભાડભુંજો કહે ભલું મનાવો, વિખાણ કરીને બોલો વાણી; બાકી તો બળ એનું શું ચાલે, જિહાં કોપી છે સીતા રાણી; પ્રજાળી પ્લવંગે લંકા, જુગ બાધામાં વાત તે જાણી; ખંડાશે પુવાની પેરે, રાજરિદ્ધ થશે ધુળધાણી. ૧૭૨ જોશી - જોશી કહે જોશો સહુ લોકો, કરુણાનિધે કરુણા કીધી; રોળાશે રાવણ રણ માંહી, જો નવ્ય પાછી સીતા દીધી; ભાઇ વિભીષણ ભૂપત થાશે, ઘડી એકમાં લંકા લીધી; રામ રાજ કરશે અતિ રુડાં, આગળથી જનમોતરી કીધી, ૧૭૩ પંડિત - પંડિત કહે પ્રીછ્યા આગળથી, ગુણ હીણ મારે છે ગોથાં; જે વેળા લક્ષ્મણજી ચડશે, લંકાનો ગઢ લેશે જોતાં; રાઢ વઢવાડ માંડે છે રાવણ, એ તો સર્વે જાણો થોથાં; શ્રીરામને હાથે મોત રાવણનું, એ તો પુરાણ લખાણાં પોથાં. ૧૭૪