પૃષ્ઠ:Ravan Mandodari Samvad.pdf/૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

<poem>

છપ્પો. કબહુક તીરથ નાય, કબહુક જાતર જોણે; કબહુક તપસુ રીઝ, બેજ બક્ષ પુન્ય કે બોણે; કબહુક મૃગ્યા દોરે, ઘેર આનંદે આવે; કબહુક વાદે વરત, અમૃતફળ બનમેં પાવે; અતિ અતિ આનંદ અહર્નિશા, સુખ સાગર શોભિત સહૂ; મહારાજ મૂળ એ મોક્ષકો, ઇસબિધ દિન બીત બહૂ, ૧૨

દોહરા. ખાંત બડીસેં ખેચરી, સુર્પનખા શુભ રૂપ; દેખી દીવ્ય દાતા બડે, ભાગ્ય નિધિસેં ભૂપ; ૧૩ આઈ રૂપ સબ ફેરકો, છલનકું રઘુરાજ; નાક કટાયો પ્રેમસુ, લછમન બીરકે હાથ. ૧૪

ચોખરો. રૂપ અનુપ સોહામણું નીરખીને, ભામણાં લેતી એ ભામિની ભેદી; સૂર્પ- વેદ મુજને વરો નાર નિશ્ચે કરો, તો ઠરો થામ આ સુખ દહાડી; રામ-રામ કહે રાંડ એ કામ મારું નહીં, લક્ષ્મણા સાથ વર વાદ વેદી; કવિ-કહે સ્ત્રી દેખતાં પ્રીછવ્યો પેખતાં, નાંખ્યા નાક ને કાન બે છેદી; ૧૫ ચિત્તમાં ચળચળી કાપતાં કળકળી, ગળગળી ગાત્રમાં ત્રાસ પેઠો; રીત્યની રંકમાં નાર નિઃશંકમાં, લાજતી લંકમાં દેતી દોટો; સૂર્પ-કામનિ તુજ કારાણે બળ કરી બારણે, લાવતાં એહ અધિપત્ય એઠો; તોલ તુજ શું રહ્યું નાક નિશ્ચે ગયું, રાવણો રાંડવો થઇને બેઠો. ૧૬

દોહરો. કવિ-દેખી દશાનન દુઃખી હુવો, કિયો આપસેં કોપ; રાવણ-કોણે કામ એસો કિયો, લાજ શરમકું લોપ. ૧૭

ચોખરો. સૂર્પ-કંદર્પ કોડામણા નંદ બે નાનડા, દેવ દશરથ તના પુત્ર પ્રૌઢા; ધનુર્ધર ધીરમાં વીર અધિ વીરમાં, રામ શ્રી લક્ષ્મણો જુગલ જોટા; સુંદરી સંગમાં રીઝતા રંગમાં, અંગે અતિ ઉજળા ઠાઠે થોથા; નાર એ લિજિયે ભ્રાતને દિજીયે, તે થકી તેમણે ટેક તોડા. ૧૮