પૃષ્ઠ:Ravan Mandodari Samvad.pdf/૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
<poem>

એ હઠીલો હિમ્મત નહિ મૂકે,ટેક રાખે છે તાડામાં; કપટ કોટિધા એના મનમાં, જ્યમ બોતેર વિદ્યા બાડામાં. ૧૮૨ પાવૈ - પાવૈયો કહે પેર હું પ્રીછું, એ રીંછ વાંદરા ક્યમ વઢશે; ઉઠ જોજન છે કોટ કનકનો, તેહનો પાડ્યો કેમ પડશે; રામ રાજા ને રાવણ રાક્ષસ, નિર્બળ ક્યમ નરપતને નડશે; રીસાવી રહેશે રાવણથી તો, શું પાવઇને પાનો ચડશે? ૧૮૩ જુગારી - જુગટિઓ કહે જાણું છું હું, સહુકો વાત માનો એ સાચી; ભુંડું કામ કર્યું છે ભૂપત, લાવ્યો રામની રામા રાચી; મહારાજ રાજ રાજેશ્વર રુડા, હજુ જુએ પગ સામું નાચી; આખર તો જીવતો નહિ મૂકે, બાર સોગઠી એહની કાચી. ૧૮૪ કાછીઓ - કાછીઓ કહે કલ્પ્યું મેં કોડે, દળ અતિશે હું એનું દેખું; વાંદર રીંછ બળવતાં છે બહુ, પેર ઘણીથી હું મન પેખું; રુડો વખાણો છો રાવણને, એકલો તે હું ક્યમ ઉવેખું; શ્રીરામજીની આગળ રાવણ, તે તો મૂળાપણી શું ઝાડમાં લેખું. ૧૮૫ વણઝ઼ારો - વણઝ઼ારો કહે વારો છો એને, ગુણ વાત કહો તે ઘેલી; અગનીની આંચમાં આવ્યો અધિપત, પ્રિછ્યો પ્રીત નહીં એ પહેલી; વઢતાં વાત થશે એ વિપરીત, સીતા આપવી તે છે સહેલી; આપણ શિદ આગળથી કહિયે, શું ગુણ્ય કૂદશે બળદ પહેલી. ૧૮૬ રોગી - રોગી એક બચારો બોલ્યો, વિખાણ કરીને કોશું વઢો; સૈન્ય સજ કરાવે રાવણ, પૂર બાધે વજડાવ્યો પડો; કુણ જાણે કુણ હારે જિતે, દેશ બધાનો વળશે દડો; હિમ્મત કાં મૂકાવો એની, કુણ તાવને કહશે ચડો. ૧૮૭ દંતારો - દંતારો કહે દેશપતિને, દુનિયાં બાધી તો હસશે; રંજાડ ઘણો રૈયતને થાશે, પૂર બાધું તે પીડાશે; દેહ પડશે દશાનન કેરો, નિર્માલ્ય થઇ આપે નાસશે; ઘરડાંની કહેવત તે સાચી, જે વધતો દાંતો તે ઘસાશે. ૧૮૮ નેસ્તી - નેસ્તી એક બોલ્યો નરપતનો, સુરતા મને તો એક થઇ છે; સીતાને લાવ્યો છે રાવણ, રૌરવ રોગ ખરો એ ખઇ છે; ઇશ શિશથી રહ્યા વેગળા, લંકા કર્મ એનેથી ગઇ છે; વિચાર કરતાં વહાણું વાશે, નેસ્તીની મા ખાટલે મુઇ છે. ૧૮૯