પૃષ્ઠ:Ravan Mandodari Samvad.pdf/૩૨

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


<poem>

પસાયતો - પટેલ એક કહે પાપી એ રાવણ, એનું મોત થોડે દિન મળશે; સુખ સાગરમાં જુગતે ઝીલતો, વૈભવ તે વેળા તો ટળશે; સીતા સતિનો શાપ થયો છે, તેહનું વૃક્ષ હવે તો ફળશે; સાચું નવ્ય કહિયે શા માટે, શું પસાયતાં ચાંપી કળશે. ૧૯૦ માળી - માળી કહે છે મુને ગમે નહિ, વાત કરો છો જે જે મોટી; રાવણ રાજા છે એ ડાહ્યો, લક્ષ વસા પડશે એ લોટી; જે કહું છું તે સાચું માનો, તમો સહુ કહો છો તે ખોટી; ઝ઼ાઝું કરશે તો સીતા લેશે, માળી રુઠ્યો ફુલ લેશે શું લેશે ચોટી? ૧૯૧ બ્રાહ્મણ - બ્રાહ્મણ કહે ભાવિક સરજ્યું છે, રામ રાવણ વેરેથી વઢશે; હાથ દેખાડ્યા વિના હઠશે નહિ, જ્યમ ત્યમ જાનકીજી ન જડશે; જે વેળા લક્ષ્મણજી કોપે, ઘડી એકમાં ઘાટ જ ઘડશે; મેળી ધાડ બેઠો છે મહીપતિ, ભિખનાં ભાંડાં ક્યમ સીકે ચડશે. ૧૯૨ કણબી - કણબી એક બેઠો તો માળે, તે કહે છે મુજને એ ભાસે; રાવણ રાઢ કરી શકશે નહિ, નીચ નિર્માલ્ય થઇને નાશે; એક વાત ઉકલતી છે નહીં, પડ્યો પાપ તણે એ પાસે; સીતા સાટે સર્વે સમરધ, ગોળો ગોફણ જોતામાં જાશે. ૧૯૩ ચોવટિયો - પટેલ એક પાદરડે બોલ્યો, રાવણની નવ્ય પોતી રળી; સીતા વેલ એ ઝેર તણિ છે, તે એહને લાગે છે ગળી; ઇંદ્ર તણી અલખત ભોગવતો, તેહ ટેક એહની તો ટળી; જાનકી જોખ એની લેઇ જાશે, જ્યમ પુંખ ન ખાધો ને હાથેલી બળી. ૧૯૪ જોગી - જોગી કહે જરૂરી જાણો, દશાનન આવ્યો છે દાવે; કુંભકરણ કુમતિ દેનારો, કૂડ કપટ જેને મન કાવે; ઈંદ્રજિત પણ અન્યા બોલે, ભૂપતના મનમાં તે ભાવે; સૂર્પનખા શિખની દેનારી, જોગી પ્રધાન તે તુંબડાં વાવે. ૧૯૫ પટેલ - પટેલ એક ચોરેથી ચેત્યો, બાળ પરી રાવણની બુદ્ધિ; બહેને કહ્યું છે ત્યાંથી છે બહેક્યો, તે છે ગુણહિણી ને ગદ્ધી; સુખ શય્યા વૈમાન તજ્યાં છે, રાજ પદવીની રીત્યો રુંધી; લંકામાં એ લાડકવાયો, પટેલની ઘોડી પાદર સૂધી. ૧૯૬ છીપો - છીપો કહે છાજ્યું નહિ એને, છતનો એને છાક ચઢે છે; જગત જનેતાને એ લાવ્યો, સામો વેરી થઇને વઢે છે;