પૃષ્ઠ:Ravan Mandodari Samvad.pdf/૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

<poem>

વંશ વિદારણ તું સમો, નથી જન્મ્યો અબુધ; જશે નિકંદન તાહરું, વાણી બોલ્યાં ગૂઢ; વલવલે વિનતા વંન, મનમાં દુઃખ ધરે છે; ચાલ્યો લેઇ પાપિષ્ઠ ત્યાં, કામ કુડું જ કરે છે. ૩૩ કવિ-પિશાચ સંચ પરપંચ, કરી પર નાર હરે છે; ખાંધે બેઠી બાળ, અતિ આક્રંદ કરે છે; રોતી સતી રહે નહીં, મંદ મતિએ હેતે હર્યા; વંક વાટ અંકે કરી, જઈ લંકમાંહે લાયક ધર્યા. ૩૪

કવિત-દોઢ. રાવણ- સીતાજી મયાણી, રામજીકી રાણી, અધિક જોર આણી; માનિની મંદોદરી માન, કામ જોર કીનો હે; જોરાવર જાણી, મહિપત્ય મેં માની, એસી દલ આની; પાની ગમાયો વાંકે, સુખ સબે લીનો હે; ઠાઠ એ ઠરાની, બાટ મેં બિરાની, ભાગ્યસેં ભરાની; સરાની સાતા સબ, ચિત્ત એહ ચિન્યો હે; ભગનીકું ભયાની, પેર મેં પહેંચાની, અંતરમેં આની; તાનહી મલાયો તહાં, ધાયો ધાયો દીનો હે. ૩૫

ચોખરો. મંદોદરી-પ્રેમદા પેખતા પરમ પામે ઘણો, ચેતના આણ રે ચિત્ત ચાડે; સીતા સાટે ઘણું સાલ તું લાવિયો, પરઠિયું પાપ તે જોર જાડે; ત્રિલોકપતિ નાથની સાથ શત્રુ થયો, કનકનો કોટ એ સત્ય પાડે; કહે છે મંદોદરી કંથ કૂડું કર્યું, માનિની મૂળ સમૂળ કાડે. ૩૬

દોહરા. રાવણ-પ્રેમદા તુજ બુધ પાનિયે, કર કર કામિની કામ; સત જોજન સાયર તરી, રેષ ન આવે રામ. ૩૭

કવિ-શોક તજાવા સીતનો, હરખ થવા મન હામ; મૂક્યાં આપ અશોકમાં, નિર્મળ જેનું નામ. ૩૮ કરૂપ ઘણું કલક્ષણી, બોહો બિહામણી બેલિ; રાક્ષસિયો રંજાડવા, માનિની ચોકી મેલિ. ૩૯