પૃષ્ઠ:Ravan Mandodari Samvad.pdf/૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


<poem>

તિન લોક ફરે આણ, ચિંતામણિ રત્નખાણ; બોહો લોક માન બાણ; જાને સુખ બોત મેરે, વૈભવ નિઃશંકકો; વાકી તું છાંડ આશ, ભોગવો બિલાસ બાસ; સમૃદ્ધિ સબ તેરે પાસ; દાસી સબ દાસ તેરે, ફર્યો કર્મ અંકકો; તજો મન આપ લાજ, સુખકે સબ કરો કાજ; સંતાપ શોક સબ ભાજ; તાજ કરું મંદોદરી, રાજ્ય સોંપું લંકકો. ૫૧ સીતા-ચુપ રહે મૂઢ અંધ, મેં જાણું તું પરો બંધ; લંકમેં તો હુવે ધંધ; કંધ દશ છેદવા હું, એસી મન હોડ હૈ; લુંટી તેરી રમણ સેજ, પરવાર્યો તેરો તપ તેજ, સબ ઉપરસે છાંડ હેજ; રેજ કરો રાક્ષસકું, મેહેલાંએ મન મોડ હૈ; શ્રીરામ જુ આધાર મેરો, ઉતારે અહંકાર તેરો, કરે રંક એ અનેરો; હેરો કરહી કે હદ, એસો બંદી છોડ હૈ; સામળ કે માન મૂઢ, પ્રભુકો પ્રતાપ પ્રૌઢ, ગુણ જાણે નહિ ગૂઢ; રાબન જેસે રંક, રામ ક્રોડ ક્રોડ હૈ. ૫૨ દોહરા. રાવણ-અમીષ તેરો આવરુ, પ્રીછે નહીં જો પેર; કવિ-એસી કહે કર અધિપતિ, ગયો આપકે ઘેર. ૫૩ કવિત. સીતા-સીત મન ભીત લગે, ચિંતા કર ચિત્ત માંહે; આહે અબ ના‘યે રામ, કહો કહા કીજીયે; એસી કહે આપ માંહે, કેસી બીધ જીવ જાયે; પાયે કહાં પ્રીતશું તો, બીખ બાટ પીજીયે; પાપી કેરે પાસ પડી, દુર દેશ આય અડી; ઘડી ઘડી દુઃખ બોહો, લાભ કાહા લીજીયે; કેશ પાશ માત ગ્રહે, કેતે બોલ બાણ સહે; ગલે ફાંસિ ઘાલ અબે, પ્રાન દાન દીજીયે. ૫૪ દોહરો. કવિ-નિદ્રા બસ નારી સબે, સીત કરે દેહ અંત; એસો અચરત દેખ કે, કહે બાત હનુમંત. ૫૫