પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૧૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮૬
ભારતની દેવીઓ - ગ્રંથ ૨ જો


બીજાને ચાહતા હતા, પણા કોણ જાણે દાદાજીને દિલ્હીનો વારસ મને બનાવવાનું શાથી સૂઝ્યું? અને મેં શા સારૂ એ દાન ગ્રહણ કર્યું ? વહાલિ ! સાચું કહું છું કે, આવી સો દિલ્હી એક તરફ છે અને બીજી તરફ તું છે. તારી પ્રસન્નતા ખાતર હું રાજપાટનો ત્યાગ કરવા તૈયાર છું, ઝૂંપડીમાં રહેવાનું અને કંદમૂળ ખાઇને જીવન ગાળવાનું હું તારી સાથે તો પસંદ કરીશ. તને તૃપ્ત કરવા હું ગમે તે કરવા તૈયાર છું, પણ હવે કાંઈ ઉપાય જ નથી, જયચંદનો સ્વભાવ હું જાણું છું. હવે હું દિલ્હી પાછી આપવા માગું તો પણ એ લેનાર નથી. તારા પિતા એ મારે પણ પિતા સમાન છે. એમના પગની ઠોકરોને પણ હું આશીર્વાદ ગણવા તૈયાર થાઉં; પણ પ્રિયે ! કેમ વીસરી જાઓ છો કે, જેવી રીતે એ કનોજના અધીશ્વર છે તેવી જ રીતે હું દિલહીશ્વર છું.

સમગ્ર ચૌહાણ વીર મારા પક્ષમાં છે. શૌર્ય અને વીર્યમાં તેમની બરોબરી કરે એવા કોઈ નથી. એમની ખાતરી છે કે, મેં જે કાંઈ કામ કર્યું છે તે વાજબી છે. હું હવે જયચંદને નમું તો તેઓ મારે માટે શું ધારશે ? પ્રિયે ! મેં સાંભળ્યું છે કે તારા પિતા મને સજા કરવા માટે બહુ તૈયારી કરી રહ્યા છે, અને હાનિ પહોંચાડવા સારૂ એ ગમે તેવા અધમ ઉપાય લેવાને પણ એ તૈયાર થયા છે. જે મુસલમાનોને હું બે વાર વીરતાથી હરાવીને પાછા કાઢી ચૂક્યો છું, તેની સાથે એ ગુપ્તપણે મસલત કરી રહ્યા છે. એવા સંયોગોમાં જો હું દિલ્હીના રાજા તરીકે તારા પિતાની માફી માગું, તેને મનાવવા પ્રયત્ન કરૂં તો લોકો કહેશે કે યવનોના ભયથી પ્રાણ બચાવવા સારૂ પૃથ્વીરાજ કનોજનો દાસ બન્યો અને સ્વતંત્રતા ખોઈ. એ અપમાન હું કેવી રીતે સાંખી શકું? વહાલિ ! તારા મનની સ્થિતિનું પણ હું અનુમાન કરી શકું છું. તને એકલી પિતાની પાસે મોકલતાં મારો જીવ ચાલતો નથી. મારી ખાતરી છે કે નિર્દય જયચંદ તારું અપમાનજ કરશે. અભિમાનથી એ મસ્ત થયેલો છે, તારા દેખતાં એ મને ગાળો ભાંડશે, મારી નિંદા કરશે. મારી પતિપરાયણ સંયુક્તા એ વચનોને કેવી રીતે સાંખી શકશે? મને ભય રહે છે કે તને કનોજ મોકલતાં રખે દક્ષને ઘેર યજ્ઞ સમયે થઈ હતી એજ સતી-લીલા પાછી કનોજના રાજમહેલમાં ન થાય ?

“તું કેવળ રાઠોડ-દુહિતાજ નથી.ચૌહાણની રાણી, દિલ્હીની