પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૧૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

१३५–देवळदेवी

ઉદાર હૃદયની વીરમહિલા પ્રસિદ્ધ વીર આલ્હા અને ઉદલની માતા હતી. ટૉડ સાહેબે તેના સંબંધમાં લખ્યું છે કે, દેવળદેવીએ નીચે લખેલા પ્રસંગ ઉપર જેવી સ્વામીભક્તિ પ્રકટ કરી હતી તેવી સ્વામીભક્તિનું દૃષ્ટાંત આખી દુનિયાની કોઈ જાતિમાં નહિ મળે. એ વૃત્તાંત ઉપરથી રજપૂત સ્ત્રીઓના આચારવિચાર, ઉચ્ચ ભાવના, આત્મસન્માન તથા આત્મોસર્ગનો પરિચય મળે છે.

પૃથ્વીરાજ, યાદવવંશીય રાજા વિજયપાલની રાજકુમારી સાથે વિવાહ કરીને થોડીક સેના સાથે દિલ્હી પાછો જઈ રહ્યો હતો. એટલામાં શાહબુદ્દીન ઘોરીની મોટી સેનાએ તેના ઉપર આક્રમણ કર્યું. ઘોર યુદ્ધ થયા પછી શાહબુદ્દીનની હાર થઈ. એ લડાઈમાં શાહબુદ્દીનના ૫૦૦૦ સૈનિકો માર્યા ગયા હતા અને એ પોતે પણ કેદ પકડાચો હતો. છેવટે ૮૦૦૦ ઘોડા દંડ તરીકે આપીને એ બંધનમાંથી છૂટ્યો હતો. પૃથ્વીરાજ એ યુદ્ધમાં વિજયી થઈને દિલ્હી ચાલ્યો આવ્યો, પણ એની સેનામાંના કેટલાક ઘાયલ થયેલા સેનિકો પાછા આવતી વખતે રસ્તો ભૂલી ગયા. ભટકતા ભટકતા તેઓ મહોબા જઈ પહોંચ્યા. સાયંકાળે તેઓ મહોબાનગરની સમીપ આવ્યા ત્યારે પ્રચંડ આંધી સાથે વરસાદ વરસવા લાગ્ય. પાસેજ મહોબાના રાજા પરમાર ચંદેલનો બગીચો હતો. ઘાયલ સૈનિકો વિશ્રામ કરવા સારૂ એ બાગમાં પેસવા લાગ્યા, પણ બાગના માળીએ તેમને રોક્યા. એથી ગુસ્સે થઈને પૃથ્વીરાજના એક સૈનિકે તેનું શિર કાપી નાખ્યું. માળીની સ્ત્રી રોતી રોતી રાણીની પાસે પહોંચી અને પોતાના પતિના મૃત્યુ માટે ઘણો વિલાપ કરવા લાગી. રાણીએ એ દુર્ઘટનાના સમાચાર રાજાને કહ્યા. રાજાએ ચૌહાણ ચોદ્ધાઓને દમન કરવા સારૂ સૈનિકોનું એક દળ મોકલ્યું; પરંતુ પૃથ્વીરાજના વીર સૈનિકો ઘાયલ હોવા

૩૦૫