પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૬
ભારતની દેવીઓ - ગ્રંથ ૨ જો


તાબામાં નહોતો આવ્યો. કોઈનું પણ શરણ લીધા વગર રાજા જયશિખરી સ્વતંત્રપણે ગુજરાતમાં શાસન કરી રહ્યો હતો.

કલ્યાણનો રાજા ભુવડ વિદ્યાનો પણ રસિક હતો. તેના દરબારમાં દૂર દેશાવરથી વિદ્વાનો અને પંડિતો આવતા તથા સાહિત્ય અને કળાની ચર્ચા કરી સારૂં ઈનામ મેળવીને સંતોષપૂર્વક ચાલ્યા જતા. એક દિવસે શંકર નામના કોઈ કવિએ ભુવડના દરબારમાં જઈને પોતાની પ્રતિભાયુક્ત કવિતામાં ગુજરાતની ઘણી પ્રશંસા કરી. ગુજરાતની ભૂમિ એ વખતે ઘણી રસાળ હતી. લોકો આબાદ હાલતમાં હતા. લક્ષ્મીની રેલંછેલ ગુજરાતનાં નગરોમાં થઈ રહી હતી. લોકો સુશીલ અને શાંત હતા, એવા દેશની પ્રશંસા એક નિપુણ કવિની મધુર અને અસરકારક વાણીમાં રાજા ભુવડના સાંભળવામાં આવવાથી ગુજરાતને માટે તેના મનમાં મોહ ઉત્પન્ન થયો. અધૂરામાં પૂરું કવિ શંકરે ગુર્જરેશ જયશિખરીની રાણી રૂપસુંદરીના રૂપ અને ગુણનાં પણ વખાણ કર્યાં, વળી રાજા ભુવડ વિદ્યાનો વ્યસની હોવાથી તેણે એ પણ જણાવ્યું કે, “ગુજરાત આખી પૃથ્વીનું તત્ત્વ છે. ત્યાં સરસ્વતીનો નિરંતર વાસ છે. મેં મારી વિદ્યા પણ એ દેશમાંથી મેળવી છે.”

કવિ શંકરની વાણીએ રાજા ભુવડના હૃદય ઉપર ઘણીજ ઉોંડી અસર કરી, તેણે ગુજરાત તથા ગુજરાતની રાણી રૂપસુંદરીના સ્વામી બનવાનો સંકલ્પ કર્યો. એ સંકલ્પને સાધવા માટે રાજા ભુવડે પોતાના શૂરા સામંતો સાથે જયશિખરીના રાજ્ય ઉપર ચડાઈ કરી. આ યુદ્ધના પરિણામ સંબંધે ૨ાણી રૂપસુંદરીના મનમાં ઘણી શંકાઓ ઉત્પન્ન થઈ, ભુવડના મોટા સૈન્ય આગળ પોતાના પતિનું બળ ચાલી શકે નહિ અને રખે એ યુદ્ધમાં રાજા જયશિખરીનો કાળ આવી જાય, એવી એવી અનેક શંકાઓ તેના પ્રેમાળ હૃદયને આકુળવ્યાકુળ કરી નાખવા લાગી. પ્રારંભમાં તેણે પતિને યુદ્ધમાં જવાની ના કહી; પણ જયશિખરીએ જણાવ્યું કે, “પ્રિયે ! ખરો રજપૂત યુદ્ધથી કોઈ પણ દિવસ ડરતો નથી. જીવતા શત્રુને શરણે જવું, પરાધીન રહીને સુખવૈભવ ભોગવવાં, તેના કરતાં દેશનો બચાવ કરતાં શત્રુઓના શસ્ત્રથી ઘાયલ થઈ, આ નશ્વર દેહને યુદ્ધક્ષેત્રમાં રણદેવીને સમર્પણ કરવો, એ સેંકડો દરજ્જે સારૂં છે, વહાલિ ! તમે સુશીલ છો, વીરપત્ની છો અને વીર ક્ષત્રિયની કન્યા છો. ક્ષાત્રધર્મ જાણ્યા છતાં પ્રેમના