પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૧૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૨૫
સતી નાગમતી



“અગર ચંદનનાં લાકડાં (તેની) ચૌટે ખડકાવો ચેહ;
આ નાગો મું કારણુ મુઓ, (તો) એહમાં બળશે બેહ.”

પુત્રીનો આ નિશ્ચચ જાણતાં ભેડાને ઘણો ખેદ થયો. એણે ઘણી દલીલો કરી, પણ સતી નાગમતીએ પોતાનો નિશ્ચય ફેરવ્યો નહિ. આખરે એણે પોતાના નોકરોને ચિતા ખડકવાની આજ્ઞા આપી.

એવામાં એક યોગી ત્યાં આવી પહોંચ્યો અને નાગમતીની પ્રિયતમ પ્રત્યે ભક્તિ જોઈને પ્રસન્ન થઈને આશીર્વાદ આપ્યો કે, “બેટા ! તારૂં સૌભાગ્ય અખંડ રહેશે.”

એમ કહેવાય છે કે થોડી વાર પછી શિવાલયમાંથી લોહીથી ખરડાયલાં વસ્ત્ર સહિત નાગવાળો જીવતો ઉભો થઈને બહાર આવ્યો. બધાંના હર્ષનો પાર રહ્યો નહિ. નાગમતીને માટે તો આ ખરેખર જીવનનો સૌથી ઉત્તમ દિન હતો. કાનસૂવો બધાને હર્ષપૂર્વક રાજમહેલમાં લઈ ગયો અને ત્યાં ધામધૂમથી નાગમતી અને નાગવાળાનાં લગ્ન કરી દીધાં. આ પ્રેમી દંપતીએ સુખપૂર્વક લાંબુ આયુષ્ય ભોગવ્યું હતું.*[૧]


  1. * આ આખું ચરિત્ર ‘ગુજરાતી’ના દિવાળીના એક ખાસ અંકમાંથી, રા. રા. જીવરામ અજરામર રાજગુરુના ઐતિહાસિક લેખ ઉપરથી સારરૂપે-ઘણુંખરૂં તેમનાજ શબ્દોમાં લેવામાં આવ્યું છે, તે બદલ લેખક તથા પ્રકાશકના અમે ઉપકૃત છીએ. —પ્રયોજક