પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૧૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

१४७–कोटाराणी*[૧]

વાચક બહેનો ! જે કાર્યદક્ષ અને શીલવતી સન્નારીનો પરિચય અમે આ ચરિત્રદ્વારા આપવા માગીએ છીએ, તેનો જન્મ રાજસ્થાનમાં થયો નહોતો. કોટારાણીના નામથી લોકો સંદેહમાં પડે છે કે રજપૂતાનામાં આવેલા કોટા નામના સુપ્રસિદ્ધ રાજ્યની કોઈ અધીશ્વરની એ રાણી હશે, પરંતુ વસ્તુતઃ એમ નથી. કોટારાણી એ કાશ્મીરના નંદનવનનું એક અત્યુત્તમ પુષ્પ હતું. બિલ્હણ કવિએ શાકે ૧૦૭૦ માં રચેલા ‘રાજતરંગિણી’ નામના કાશ્મીર દેશના મોટા ઇતિહાસમાં કોટારાણીનો વૃત્તાંત લખવામાં આવ્યો છે.

ઈ○ સ○ ૧૩૩૦ માં કાશ્મીર દેશનું રાજ્ય શ્રીમાન મહારાજા ઉદયદેવના અધિકારમાં હતું. એ રાજા ઘણો પ્રતાપી અને યશસ્વી હતો. ન્યાયી રાજા તરીકે એનું નામ અત્યંત પ્રસિદ્ધ હતું અને દયાળુ તરીકે પણ એ અદ્વિતીય ગણાતો હતો. એ રાજાના રાજ્યકાળમાં દુલ્લચ નામના એક મોગલે પ્રવેશ કર્યો હતો. દુલ્લચ સાક્ષાત્‌ કાળ જેવો નિર્દય હતો. शिव शिव न हिंदुर्न यवन: જેવો અર્થાત્‌ કે નહિ હિંદુ કે નહિ મુસલમાન એવો એ હતો. એણે કાશ્મીર રાજ્યમાં પ્રવેશ કરીને ત્યાંનાં નગ૨, મંદિર, મહેલો અને બાગબગીચા વગેરેનું નિકંદન કાઢી નાખ્યું હતું. મનુષ્યોને પણ તે ઘાસની પેઠે કાપી નાખ્યાં હતાં. સુંદર કાશ્મીર દેશ ઉજ્જડ થઈ ગયો હતો અને કાશ્મીરમાંથી પ્રાચીન આર્યોના રાજ્યનો નાશ થતો જોઈને વિધાતાએજ તેની પ્રાચીન શોભાનો અંત આણ્યો હોય એવું દેખાતું હતું. ઇ○ સ○ ૧૩૩ર માં મહારાજ ઉદયદેવનો


  1. * આ ચરિત્ર મારા સ્નેહી ગુર્જ૨ વિદ્વાન શ્રી નારાયણ વસનજી ઠકકરના લખેલા ‘વિશ્વરંગ’ નામના પુસ્તક ઉપરથી લખવામાં આવ્યું છે; જેને માટે તેમનો ઉપકાર માનું છું. —પ્રયોજક
૩૬૨