પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૧૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

१४८–४९–हमीरमाता ने हमीरपत्नी

ચિતોડનો સંહાર થયાના થોડા દિવસ અગાઉ રાણા લક્ષ્મણસિંહનો જ્યેષ્ઠ પુત્ર અરિસિંહ મૃગયા રમવાને માટે આન્દાબા નામક એક જંગલમાં ગયો હતો. અરિસિંહ અને તેના અનુચરો એક સૂવરની પાછળ હથિયાર લઈને દોડ્યા. સૂવર એક જુવારના ખેતરમાં પેસી ગયું.

જંગલી પશુપક્ષીઓ આવીને ધાન્ય ખાઈ ન જાય એટલા માટે ખેડૂતો ખેતરમાં એક માળો બાંધીને તેમાં પહેરો ભરવા બેસે છે; તે જ રીતે એ ખેતરના માલિક–ખેડૂતની જુવાન કન્યા એ વખતે માળા ઉપર બેસીને પહેરો ભરતી હતી. સૂવર ખેતરમાં પેઠું હતું પણ રાજકુમાર અને તેના સોબતીઓ પણ તેની પાછળ ખેતરમાં પેસી જઈને દોડાદોડી કરી મૂકે, તો એના ખેતરને ઘણું જ નુકસાન થવાનો સંભવ હતો; તેથી એણે માળા ઉપરથી નીચે ઊતરીને અરિસિંહને કહ્યું: “રાજકુમાર ! આપ ખેતરમાં પેસીને મારૂં ધાન્ય બગાડશો નહિ. હું સૂવર મારી આપું છું.” બધા વિસ્મય પામી ગયા. ખેડૂતકન્યાએ જુવારની એક પૂળી કાપી સૂવરની આગળ નાખી અને પાછી હટી ગઈ. જ્યારે એ સૂવર ત્યાં આગળ આવ્યું, ત્યારે પોતાના તીરથી એને વીંધીને તરતજ રાજકુમારની પાસે લઈ ગઈ. કુમારીનું આ પુરુષાતન અને પરાક્રમ જોઈને બધા મુગ્ધ થઈ ગયા અને તેની ઘણી પ્રશંસા કરતા કરતા સૌ પોતપોતાને મુકામે ગયા.

તંબૂમાં ગયા પછી રાજપુત્ર અને તેના અનુચરો નદીને કિનારે સ્નાનસંધ્યા કરી રહ્યા હતા, એવામાં એક મોટો પથ્થર આવીને અરિસિંહના ઘોડાના પગ ઉપર પડ્યો. ઘોડો તરતજ જમીન ઉપર પડી ગચો. બધાએ તપાસ કરીને જોયું તો ખબર પડી કે ખેડૂતની

૩૬૪