પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૧૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૮૧
સાધ્વી રૌશનાઆરા



રૌશનઆરાના લગ્નનો વિચાર માંડી વાળ્યો અને બીજા પુત્ર સાહદત અલી તથા નાની છોકરી મેહરે આરાનાં લગ્ન ઉકેલી નાખ્યાં. એ લહાવો લીધા પછી થોડા દિવસોમાં કરીમઉલ્લા અને તેમનાં પત્નીએ પણ એકે એકે આ સંસારનો ત્યાગ કર્યો. માતપિતાના મૃત્યુથી રૌશનઆરાને ઘણો શોક થયો; પરંતુ વિધાતાના વિધાન આગળ કોઈનું કાંઈ ચાલતું નથી. તેની આગળ લાખ રૌશનઆરાને પણ હાર માનવી પડે છે. લક્ષ રૌશનઆરાની એકઠી શક્તિ પણ પ્રભુની ઇચ્છા આગળ તુચ્છ છે.

એ બનાવ બન્યા પછી કેટલેક દિવસે મહર્ષિ હુસેન શાહે રૌશનઆરાને ઘેર જઈ દર્શનશાસ્ત્રની ચર્ચા કરીને કહ્યું: “ખુદા તાલાની આજ્ઞાથી હું થોડાક જ સમયમાં ભારતવર્ષ તરફ રવાના થનાર છું, તારે કાંઈ જાણવું પૂછવું હોય તે પૂછી લેજે.” એ વખતે રૌશનઆરાએ કહ્યું “હજરત એકલાજ ભારતવર્ષ પધારવાના છો ?” શાહ સાહેબે જણાવ્યું કે, “ના મારા શિષ્યમાંથી ઘણા મારી સાથે આવનાર છે.” એ ઉપરથી રૌશનઆરાએ કહ્યું: “હજરતની આજ્ઞા હોય તો મને પણ આપની સાથે ભારતવર્ષ આવવાની ઈચ્છા થઈ છે. મહર્ષિએ રૌશન આરાની ઈચ્છા જાણીને કહ્યું: “ ઠીક છે, પણ તારા ભાઈની સમાધિની જાત્રા તારા નસીબમાં નથી લખાઈ, છતાં પણ તું ભારતવર્ષ આવી શકીશ; મારે કાંઈ વાંધો નથી.” એમની એ વાત સાંભળીને રૌશનઆરાના નાના ભાઈ શહાદતઅલી તથા તેની પત્ની જિનત્ ઉન-નિસાએ પણ ભારતવર્ષ જવાની ઇચ્છા પ્રગટ કરી. મેહર આરા સ્વામીની સાથે સુખપૂર્વક સાસરે રહેતી હતી, એટલે એને પ્રબળ ઈચ્છાનું દમન કરવું પડ્યું. યથાસમયે મહર્ષિ શાહહુસેન સ્ત્રીપુરુષ મળીને ૧૬૫ શિષ્યો સહિત ભારતવર્ષ તરફ રવાના થયા અને ઈ. સ. ૧૩૨૧ના અંતમાં બાદશાહ ગ્યાસુદ્દીન તઘલખના રાજ્યમાં ઠાઠ સહિત દિલ્હી આવી પહોંચ્યા.

બાદશાહ ગ્યાસુદ્દીને મહર્ષિ હુસેન અને તેમના ફકીર શિષ્યોનો ઘણો આદરસત્કાર કર્યો. મહર્ષિ થોડાક દિવસ સુધી પોતાના મુરીદોની સાથે દિલ્હીમાં રહ્યા, ત્યાર પછી શિષ્યોને કેટલાક દળમાં વહેંચી નાખીને, દરેક દળને ભારતવર્ષના ભિન્ન ભિન્ન સ્થાનમાં મોકલવાનું આરંભ્યું અને શાહ સાહેબ પોતે મૃત્યુના દિવસ પર્યંત દિલ્હીમાં રહ્યા હતા. દિલ્હી નગરમાં આજ