પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૨૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૮૪
ભારતની દેવીઓ - ગ્રંથ ૨ જો



વયે સાધ્વી રૌશનઆરાએ સ્વર્ગવાસ કર્યો. તારાગુણિયા ગામમાં આજ પણ તેમનું સમાધિમંદિર વર્તમાન છે. સૈયદ શહાદત અલીના વંશજો એ રોજાના સેવક તરીકે ત્યાં જ વસે છે, તેમની કબરને હજુ પણ લોકો પૂજે છે અને તેના સંબંધી અનેક ચમત્કારોની વાતો ગામવાસીઓમાં પ્રચલિત છે.

મક્કાવાસી પવિત્ર અને વિદુષી ૨મણી રૌશનઆરાએ ગુરુઆજ્ઞા માનીને ભારતનેજ પોતાનો દેશ બનાવ્યો અને ભારતની પવિત્ર ભૂમિમાંજ પોતાના પંચમહાભૂતના પૂતળાને મેળવી દીધું. એવી પવિત્ર વ્યક્તિઓનાં ચરિત્રનું સ્મરણ હિંદુમુસલમાનોનાં હૃદયને એકતાને મજબૂત સૂત્રથી બાંધો, એજ અમારી પ્રાર્થના છે. રૌશનઆરાના ત્યાગ અને પ્રભુપ્રેમની કથા હિંદુ વાચકોના હૃદયમાં પણ તેને માટે ભક્તિભાવનો સંચાર કર્યા વગર રહેશે નથી.[૧]



  1. * દાક્તર અબ્દુલ ગફુર સિદ્દીકના એક બંગાળી લેખનો ઉચિત ફેરફાર સહિત અનુવાદ.—પ્રયોજક