પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૨૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

१५२—मखदूम-ई-जहां-बिदरनी बेगम

ક્ષિણમાં ઈ. સ. ૧૩૪૭ માં અલાઉદ્દીન હુસેન ગંગુ નામના એક અફઘાન મુસલમાને પોતાના આગલા સ્વામીના સમરણાર્થે ‘બ્રાહ્મણી વંશ’ ની સ્થાપના કરી હતી. એ વંશમાં કેટલાએ પ્રતાપી બાદશાહ થયા. બેએક સ્ત્રીઓ પણ થઈ ગઈ. પ્રસિદ્ધ સુલતાના ચાંદબીબી એજ વંશની હતી. એનાં શૌર્ય, પ્રતા૫ અને રાજનીતિનો પરિચય તેના ચરિત્રમાં આ ગ્રંથમાં અન્યત્ર આપવામાં આવ્યો છે. એના પણ પહેલાં એ વંશમાં એક વીર, ચતુર અને રાજકાર્યમાં કુશળ સુલતાના થઈ ગઈ છે.

આ વંશની રાજધાની પહેલાં ઇતિહાસપ્રસિદ્ધ બિદ૨ નગરમાં હતી. એ શહેર અહમદશાહ સુલતાને ભીમા નદીને કિનારે એક સુંદર અને રમણીય સ્થાનમાં વસાવ્યું હતું. કાળચક્રની ગતિથી બિદરનો પુરાણો વૈભવ આજ રહ્યો નથી. હવે તો એ નાનું સરખું કસબાનું ગામ છે. બિદરના નાશનું મુખ્ય કારણ એના રહેવાસીઓનો કુસંપ હતું. ત્યાં આગળ દેશી અને પરદેશી એવા બે ભાગ પડી ગયા હતા. જે મુસલમાનો ત્યાં ઘણા લાંબા સમયથી વસ્યા હતા, તે દેશી ગણાતા હતા અને નોકરીધંધાની ખાતર આવી વસેલા ઈરાની, કાબૂલી વગેરે પરદેશી કહેવાતા હતા.

સુલતાન અલાઉદ્દીન બીજાના મૃત્યુ પછી ઇ. સ. ૧૪૫૮ માં એનો પુત્ર હુમાયુ શાહ ગાદીએ બેઠો, એ હુમાયુ આપણી ચરિત્રનાયિકાનો પતિ થાય. એના સમયમાં દેશી અને પરદેશી પક્ષોમાં પરસ્પર મોટો કજિયો ઉભો થયો હતો. દેશી પક્ષનો આગેવાન ખ્વાજા જહાં હતો અને પરદેશીઓનો નેતા મહમૂદ ગવાં હતો. એ બન્નેમાં બહુજ સખ્ત હરીફાઈ ચાલતી હતી. ગવાં ઘણો બુદ્ધિમાન અને હોશિયાર હતો. સુલતાને તેને ‘મલિક ઉત્-તજ્જારનો

૩૮૫