પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૨૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૮૯
ગંગાદેવી


મનુષ્યોને પારખવાની શક્તિ બેગમમાં ઘણી સારી હતી. મહંમદ ગવાંની સ્વામીભક્તિ અને સદાચારની ખાતરી થઈ ગઈ હતી, એટલે એ વિશ્વાસુ મંત્રીને રાજકાજ સોંપીને પોતે ઈશ્વરભજનમાં વખત ગાળવા લાગી. ગવાં પણ બેગમને માતા સમાન ગણીને ભક્તિપૂર્વક તેની આજ્ઞાનું પાલન કરતા હતા અને રાજ્યનો બધો કારભાર એની સંમતિથીજ કરતો હતો. ગવાંની પ્રમાણિકતા અને નિષ્પૃહતા વખાણવા યોગ્ય હતાં.

બેગમની રાજકાજમાં કુશળતા ઊંચા પ્રકારની હતી અને તેને લીધે તેનું નામ ઇતિહાસમાં યાદગાર રહેશે. મહંમદશાહ મોટો થયા પછી રાજકાર્યમાં બેગમ મખદૂમ-ઈ-જહાંની સલાહ લેતો અને દરરોજ તેને સલામ કરવા જતો. મહંમદ શાહે નલગવાંના કિલ્લા ઉપર ચડાઈ કરી, ત્યારે બેગમ માતા એની સાથે હતી અને એજ અરસામાં તેનું મૃત્યુ થયું.×[૧]

१५३–गंगादेवी

વિજયનગરના પ્રાચીન રાજ્યના સ્થાપકના રાજા રાજકુમાર કંપનદેવની પત્ની હતી. ઈ. સ. ના ૧૪મા સૈકામાં તેનો જન્મ થયો હતો. એણે ભક્તિમાર્ગની કવિતા સંસ્કૃત ભાષામાં રચી છે.


  1. ×મુસ્લિમ મહિલારત્ન મશાહિર નિસ્વાન ડિક્ષનેરી ઑફ ઓરિએન્ટલ બાયોગ્રાફી ઉપરથી.