પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૨૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૧૧
ઝેબા ચહેરા


જોઈને ગુન્નોરની રાણી પોતાના આસન ઉપરથી ઊભી થઈને બોલી:

“ખાનસાહેબ, હવે તો તમારી છેલ્લી ઘડી આવી પહોંચી છે. તમે જે પોશાક પહેર્યો છે, તે ઝેરી છે અને એ ઝેર તમારી રગેરગમાં વ્યાપી ગયું છે. મારૂં શિયળ સાચવીને તમારો સંહાર કરવાનો એજ એક માત્ર રસ્તો મારે માટે ખુલ્લો હતો.” આ શબ્દો સાંભળીને ખાન અને તેના થોડાઘણા સૈનિકો આભાજ થઈ ગયા. એ લોકોને પોતાની ખરી સ્થિતિનું ભાન થાય તે પહેલાં તો ગુન્નોરની રાણી કિલ્લા ઉપરથી નર્મદામાં કૂદી પડી હતી.

પોતાની સાથે દગો થયેલો જોઈને પઠાણો ત્યાં બેઠેલી રજપૂત સ્ત્રીઓ તરફ ધસ્યા; પણ એ લોકો તેમના અંગનો સ્પર્શ કરે, તે પહેલાં તો તેમણે પોતાના ગાલીચાની નીચે દાબેલા દારૂગાળાના કોથળાઓને મશાલ અડકાડી દીધી. તરતજ એક ભયંકર ગર્જના સાથે કિલ્લો તૂટી પડ્યો અને ખાન પોતાના સૈનિકો સાથે એક ક્ષણભરમાં ભસ્મીભૂત થઈ ગયો.

આ પ્રમાણે ગુન્નોરની વીર અને તેજસ્વી રાણીએ પોતાનું પાતિવ્રત્ય સાચવીને શત્રુઓનો સંહાર કર્યો.

१६६–झेबा चहेरा

સંગેસરના રાજાની કન્યા હતી. અલાઉદ્દીન બહમની તરફથી દક્ષિણનાં અનેક રાજ્યો જીતવાનો દિલાવરખાંને હુકમ મળ્યો હતો, તે વખતે સંગેસરના રાજાએ બાદશાહ અલાઉદ્દીન બહમનીને જજિયાવેરો આપવાનું કબૂલ કર્યું હતું. દિલાવરખાંએ જોયું કે, રાજાની પુત્રી ઘણીજ સુંદર હતી. તેણે હિજરી સને ૮૪૧માં એ કન્યાને બાદશાહના અંતઃપુરમાં મોકલી આપી. એ રાજકન્યા ઘણીજ ખૂબસૂરત અને સંગીતમાં અતિકુશળ હતી. બાદશાહે તેના ઉપર પ્રસન્ન થઈ જઇને તેનું નામ “ઝેબા ચહેરા” પાડ્યું હતું. અલાઉદ્દીન અને ઝેબા ચહેરાનો પ્રેમ દક્ષિણમાં પ્રસિદ્ધ હતો.