પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૨૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૧૪
ભારતની દેવીઓ - ગ્રંથ ૨ જો



રાઠોડે ઘણાજ આનંદપૂર્વક ભોજરાજ સાથે મીરાંબાઈનું લગ્ન કરવાનું સ્વીકાર્યું. એ વખતે મીરાંબાઈની ઉમર માત્ર બાર વર્ષની હતી. વિવાહ કરવાની તેની પોતાની મરજી નહોતી; કારણકે એ તો ગિરિધર ગોપાળનેજ પોતાના સ્વામી ગણવા લાગી હતી. વિવાહની ખબર સાંભળવાથી તેના જીવને ઘણું દુઃખ થયું, પણ શરમને લીધે એ માતપિતાની આગળ ન કહી શકી નહિ.

લગભગ ઈ. સ. ૧૫૧૬ માં મેવાડના યુવરાજ ભોજરાજ સાથે મીરાંબાઈનું લગ્ન થઈ ગયું. રાજા મહારાજાને વિવાહ એટલે વૈભવનું તો પૂછવું જ શું? મહારાજ કુમાર ભોજરાજા ઘણી ધામધૂમ સાથે લાવલશ્કર લઈને લગ્ન કરવા આવ્યો હતો.

મીરાંબાઈનું જીવનચરિત્ર બાલ્યાવસ્થાથી તે અંતકાળ સુધી અનેક ચમત્કારી બનાવો અને દંતકથાઓથી ભરપૂર છે. એ કથાઓની સત્યાસત્યતાનો નિર્ણય હજુ સુધી જઈએ એટલી સંતેષકારક રીતે થયો નથી, પરંતુ એ ચાલતી આવેલી દંતકથાઓમાંથી પણ વાચક બહેનોને કાંઈક ઉપદેશ મળે, એ ઉદેશથી આ ટૂંકા ચરિત્રમાં અમે એ કથાઓનો પણ સમાવેશ કરીશું.

એમ કહેવાય છે કે લગ્ન પ્રસંગે મીરાંને જ્યારે વરની પ્રદક્ષિણા કરવાનું કહેવામાં આવ્યું, ત્યારે એ વરના સામું પણ જોયા વગર ઠાકોરજીના મંદિરમાં જતી રહી અને ગિરિધરલાલજીની મૂર્તિની પ્રદક્ષિણા કરીને તેમનું ભજન કરવા લાગી.

સાસરે વળાવવાનો વખત આવ્યો, ત્યારે મીરાંબાઈની સખીઓએ તેના સુંદર દેહને અનેક કિંમતી સુવર્ણ અને રત્નના અલંકારથી શણગારી દીધો. તેની માતાએ આંખમાં આંસુ આણીને તેને પ્રેમપૂર્વક શિખામણ આપીઃ “જોજે બહેન સાસરે જઈને આવી ઘેલછા ન કરતી. ત્યાં જઈને સાસુસસરાની સેવા કરજે. પતિને દેવ સમાન ગણજે અને ડાહી થઈને રહેજે.” પણ મીરાંના હૃદયમાં આ ઉપદેશે જરાયે અસર કરી નહિ. તેની ઘેલછા એવી ને એવી જ રહી. ભોંય ઉપર ઢળી પડીને એ છાતી ફાટરુદન કરવા લાગી. મીરાંબાઈના રોવાનું કારણ એ હતું કે, સાસરે ગયા પછી ભગવાનની ઉપાસના કરવાને તથા રાતદિવસ ગિરિધરલાલજીના ગુણ ગાવાને અવકાશ નહિ મળે. ઠાકોરજીની પૂજા કરવાને જે અનુકૂળતા સ્નેહાળ માતાએ કરી આપી હતી, તે અનુકૂળતા