પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૮
ભારતની દેવીઓ - ગ્રંથ ૨ જો

વજ્રની પેઠે આરબસેના ઉપર તૂટી પડ્યા. તેમના તેજથી, તેમની તલવારોના ઝપાટાથી આરબસેનામાંથી ઘણા લોકો માર્યા ગયા. ઘણા દિવસનો રજપૂતોનો જઠરાગ્નિ એ દિવસે તૃપ્ત થયો.

દાહિર મહિષીના તેજને લીધે એ દિવસનો રજપૂતનો ટેક સચવાઈ રહ્યો, દાહિરે રાજાની મહારાણીથીજ ભારતના ઇતિહાસમાં ભીષણ અગ્નિકાંડ – ‘જૌહરવ્રત’નો પ્રચાર થયો.

१००–१०१–दाहिरराजानी बे कुंवरीओ

લીફા વલીના સેનાપતિ મહંમદ બીન કાસીમે ઈ. સ. ૭૧૮ માં ભારતભૂમિમાં આવીને સિંધદેશના રાજાદાહિર ઉપર ચડાઈ કરી. રાજા દાહિરે ઘણીજ વીરતાથી યુદ્ધ કર્યું; પણ એ સ્વદેશનું રક્ષણ કરવામાં સફળ ન થયો. રાજ્યની સાથે એણે પોતાનો પ્રાણ પણ ખોયો. તેની વીર રાણીએ પણ વીરતાથી શત્રુઓ સાથે યુદ્ધ કરીને, વિજયની કાંઈ પણ આશા ન રહી ત્યારે ‘જોહરવ્રત’નું પ્રથમ ઉદ્યાપન કર્યું. એમ કહેવાય છે કે એ યુદ્ધમાંથી શત્રુઓ દાહિર રાજાની બે રૂપવતી કન્યાઓને પણ ઉપાડી ગયા. એ બંને રમણીઓને બગદાદ શહેરમાં મોકલી આપવામાં આવી. ખલીફા એમના અનુપમ રૂપલાવણ્યની વાત સાંભળીને ઘણો પ્રસન્ન થયો અને એ સુંદરીઓની સાથે પાપકર્મ કરવાની લાલસા તેના મનમાં ઉત્પન્ન થઈ. પોતાના વિલાસભવનમાં એ રાજકુમારીઓને લાવવાનો તેણે હુકમ આપ્યો. આજ્ઞાનું તરતજ પાલન થયું. ક્ષત્રિયકુળની પવિત્ર કમલિની, મદોન્મત્ત હાથી જેવા નિર્દય કામી મુસલમાન બાદશાહની સમક્ષ લાવવામાં આવી. નિઃસહાય, નિરાશ્રિત, અનાથ રજપૂત કન્યાઓનું શિયળ ભંગ થવાનો પ્રસંગ આવી પહાંચ્યો. દાહિર રાજાના પવિત્ર નામને કલંક લાગવાનો સમય આવી પહોંચ્યો; પણ એ રાજકુમારીઓની રગેરગમાં સાચા રજપૂતનું લોહી વહેતું હતું, પાતિવ્રત્ય ધર્મની હિંદુઓની પવિત્ર ભાવના તેમના દેહના પ્રત્યેક પરમાણુમાં પ્રવેશ કરી ગઈ હતી. એ શુદ્ધ હૃદયની રાજકુમારીઓએ જ્યારે જોયું કે અહીયાં બચવાનો બીજો કોઈ ઉપાય નથી, ત્યારે એમણે પોતાની બુદ્ધિથી એક યુક્તિ શોધી કાઢી. જે સમયે તેમને ખલીફાની રૂબરૂ લઈ જવામાં આવી તે વખતે એમણે