પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૯
ઈન્દુલેખા

રોવાનું શરૂ કર્યું અને રોતે રોતે કહ્યું: “અમારું શરીર આપને સ્પર્શ કરવા લાયક નથી રહ્યું. હરામખોર કાસીમે અમારા શિયળનો ભંગ કર્યો છે,” આટલું સાંભળતાં તો ખલીફા રાતોપીળો થઈ ગયો. તરતજ એણે કાસીમને માટે સખ્ત સજા ફરમાવી. એણે પેાતાની સેનાના અમલદારને હુકમ લખી મોકલ્યો કે, “મહંમદ બીન કાસીમને તાજા બળદના ચામડામાં જીવતો શીવી દઈને જલદીથી અહીં રવાના કરી દો,” બનતી ઉતાવળથી આ કઠોર આજ્ઞાનું પાલન થયું. આખરે દુર્ગંધમય ચામડામાં શિવાચેલી તેની લાશ બગદાદ પહોંચી. બંને રાજકુમારીઓએ ખલીફાને આ પ્રમાણે ક્રોધાગ્નિમાં નાખીને પોતાના શિયળનું રક્ષણ કર્યું તથા પોતાના પિતાના દેહ અને માતૃભૂમિના સ્વાતંત્ર્યનો નાશ કરનાર મહંમદ કાસીમનું વેર લીધું. ધન્ય છે રાજકુમારીઓ તમારા સાહસને !

१०२–इन्दुलेखा

પ્રાચીન ભારતની એક સંસ્કારી વિદુષી નારી હતી. એ કવિતા સારી લખી જાણતી. એના જીવનચરિત્રનો પરિચય અમને મળ્યો નથી; પણ એટલા માટે એના નામનું વિસ્મરણ કરવાના દોષી અમે નથી બનવા માગતા. સુભાષિતાવલિના સંભોગશૃંગાર પ્રકરણમાં મહાકવિ કાલિદાસ અને મેણ્ઠના લોકોના અંતરાળમાં એ વિદુષીનો રચેલો નીચેનો શ્લોક છે.

एके बारिनिधौ प्रवेशमपरे लोकान्तरालोकनं ।
कचिद्वह्यिसयोगितां निजगदुः क्षीणेऽहिन चण्डार्चिषः॥
मिथ्या चैतदसाक्षिकं प्रियसखि प्रत्यक्षतीव्रातपं ।
मन्येऽहं पुनरध्वनीनरमणीचेतोऽधिशेते रविः ॥

“સાંજે કેટલાક લોકો પ્રચંડ કિરણોવાળા સૂર્યને સમુદ્રમાં પ્રવેશ કરતો કહે છે; કેટલાક બીજા લોકમાં જતો કહે છે. કેટલાક કહે છે કે એ અગ્નિમાં ભળી જાય છે; પરંતુ હે પ્રિય સખિ ! એ ખોટું અને સાક્ષી વગરનું છે. મારૂં માનવું છે એવું છે કે પ્રવાસિની પત્નીનું મન, કે જેમાં પ્રત્યક્ષ આકરો તાપ રહેલો છે, તેમાં સૂર્ય સૂઈ જાય છે.”