પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૫
અક્કાદેવી


હતી. તેનું લગ્ન કદંબવંશી કોઈ સામંત સાથે થયું હતું. તેના સ્વામીનું નામ જાણ્યામાં નથી.

બેલુર સ્થાનમાંથી મળી આવેલા શક સંવત ૯૪૪ (વિક્રમ સંવત ૧૭૯, ઈ. સ. ૧૦૨૨) ના કાનડી ભાષાના એક લેખ ઉપરથી જણાઈ આવે છે કે એ સંવતમાં (ઈ. સ. ૧૦૨૨) માં એ “કિસુકાડ સપ્તતિ” નામના પ્રદેશ ઉપર રાજ્ય કરતી હતી. સિત્તેર ગામના કિસુકાડ પ્રદેશને “કિસૂકાડ સપ્તતિ” કહેતા હતા. એ પ્રદેશ બાદામી તાલુકામાં આવેલો છે.

અક્કાદેવી ઘણી સદ્‌ગુણી અને એકવચની સ્ત્રી હતી. યુદ્ધ કળામાં તે ઘણી પ્રવીણ હતી. રણભૂમિમાં તે ભેરવીની સમાન શત્રુઓનો સંહાર કરતી હતી. ઘણા ઉદાર સ્વભાવની હતી. કોઈ પણ ધર્મ ઉપર તેને દ્વેષ નહોતો. જૈન, બૌદ્ધ, શૈવ તથા વૈષ્ણવ સંપ્રદાયોનો એ એકસરખો આદર કરતી હતી.

પોતાનાના મોટાભાઈ વિક્રમાદિત્ય પાંચમાના સ્મરણાર્થે તેણે એક ગામનું દાન કરી દીધું હતું અને એક મંડપ બનાવ્યો હતો.

બીજા કેટલાક પ્રાચીન લેખો ઉપરથી જણાય છે કે એક વાર અક્કદેવીએ ગોકાગે (બેલગામ જિલ્લામાં આવેલું ગોકાક)ના કિલ્લા ઉપર ઘેરો ઘાલ્યો હતો અને ઉપર જણાવેલી સિત્તેર ગામ “કિંસુકાડ સપ્ત્તતિ” ઉપરાંત ત્રણ બીજા પ્રદેશ પણ તેના અધિકારમાં આવ્યા હતા. તેની જાગીરનું મુખ્ય સ્થાન વિક્રમપુર (બિજાપુર જિલ્લામાં) હતું. શ૦ સં૦ ૯૭પ (વિ૦ સં૦ ૧૧૧૦, ઈ૦ સ૦ ૧૦૫૩) સુધી તે રાજ્ય કરતી હતી, એવું પ્રમાણ મળી આવે છે. આગળની કાંઈ ખબર નથી. તેના પુત્રનું નામ મહામંડલેશ્વર કાદંબ તોયિમદેવ હતું. એ ઈ૦ સ૦ ૧૦૬૬ માં વનવાસી અને પાનુંગલ નામના સ્થાનોમાં રાજ્ય કરતો હતો.