પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



१०९—सुलक्षणा

રાજા ભોજના સમયમાં વિષ્ણુદત્ત નામનો એક અગ્નિહોત્રી બ્રાહ્મણ ધારાનગરીમાં રહેતો હતો, એ ઘણો પંડિત અને શાસ્ત્રવિશારદ હતો. તેની સ્ત્રીનું નામ સુલક્ષણા હતું. સુલક્ષણામાં નામ પ્રમાણેજ ગુણ પણ હતા. એ ઘણી સ્વરૂપવતી, સુઘડ, ચતુર, પતિવ્રતા, ઘરકામમાં કુશળ અને મધુરભાષી હતી. પતિની આજ્ઞા માનવામાં એ ઘણીજ દૃઢ હતી. એક વખતે વિષ્ણુદત્તે તેની પાસે પાણી માગ્યું. એ પાણીનો પ્યાલો ભરીને લાવી એટલી વારમાં વિષ્ણુદત્ત કોઈ જરૂરનું કામ સાંભરી આવ્યાથી પત્નીને ‘જરા ઊભી રહે’ એમ કહીને બજારમાં ચાલ્યો ગયો. દૈવસંયોગથી એ આખો દિવસ વિષ્ણુદત્ત કામમાંજ લાગી રહ્યો અને સાંજ સુધી તેને ઘેર જવાની પૂરસદ મળી નહિ. ઘેર આવીને જુએ છે તો તેની પત્ની સુલક્ષણા એની એ જગ્યાએ હાથમાં પાણીનું પવાલું લઇને ઊભી છે. જેઠ મહિનો હતો અને ગરમી બહુ સખ્ત પડતી હતી. જે વખતે વિષ્ણુદત્ત બજારમાં ગયો તે વખતે તો ત્યાં આગળ છાંયડો હતો, પરંતુ પાછળથી બપોરને વખતે ત્યાં ખૂબ તડકો પડવા લાગ્યો, પણ સુલક્ષણા એ તડકાથી જરા પણ કંટાળ્યા વગર પતિના શબ્દોને માન આપીને ત્યાંજ ઉભી રહી હતી. વિષ્ણુદત્ત તેને ત્યાંજ ઊભી રહેલી જોઇને ઘણું આશ્ચર્ય પામી ગયો અને તેનું કારણ પૂછવા લાગ્યો. સુલક્ષણાએ નમ્રતાપૂર્વક ઉત્તર આપ્યો : “હે નાથ ! આપ જતી વખતે કહી ગયા હતા ને કે, ‘જરા ઊભી રહે’ તો પછી હું આજ્ઞા વગર કેવી રીતે બેસી શકું ?”

વિષ્ણુદત્તને પોતાની સ્ત્રી ઉપર પૂર્ણ વિશ્વાસ હતો. એ સારી પેઠે જાણતો હતો કે સુલક્ષણા પ્રાણ જતાં સુધી પણ ધર્મને છોડે એવી નથી. એક દિવસ તેણે સુલક્ષણાની પરીક્ષા લેવા સારૂ પોતાના એક મિત્રને કોઈ બાગમાં મોકલી દીધો અને કહ્યું કે, “આ

૨૨૦