પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૧
સુલક્ષણા



બાગમાં જે સ્ત્રી આવે તેને લલચાવીને તારે વશ કરવાનો યત્ન કરજે.” પછીથી ઘેર જઈને એણે સુલક્ષણાને ભગવાનના પૂજન માટે પુષ્પ લાવવા સારૂ એજ બાગમાં મોકલી. પતિની આજ્ઞાનુસાર સુલક્ષણા ત્યાં જઈને ફૂલની ક્યારીઓમાં પેસીને પુષ્પ તોડવા લાગી એટલામાં એક છેલછબીલા જુવાને આવીને કહ્યું: “પ્યારી ! શું કરો છો ? જરા મારી પાસે તો આવો ! આટલાં બધાં સુંદર હોવા છતાં તમે આવાં મલિન વસ્ત્ર કેમ પહેર્યાં છે ? ચાલો મારી સાથે, હું તમને સુંદર વસ્ત્રાલંકાર આપીશ.”

આ પ્રમાણે અનેક પ્રકારની લાલચો બતાવીને સુલક્ષણાને પોતાની તરફ ખેંચવાનો તેણે પ્રયત્ન કર્યો. કોઈ ભોળી સ્ત્રી હોત તો જરૂર એ પ્રપંચી યુવકની પ્રેમજાળમાં ફસાઈને પોતાના સતીત્વનો નાશ કરત, પણ સુલક્ષણા તો ખરેખરી પતિવ્રતા હતી. એણે તે ચુવકની વાત ઉપર જરા પણ ધ્યાન ન આપ્યું અને પુષ્પ લીધા વગરજ ધડકતે હૃદયે દોડતી દોડતી ઘેર પહેાંચી. તેનું મોં ઊતરેલું જોઈ પતિ વિષ્ણુદત્તે વિચાર્યું કે જરૂર કાંઈ ગોટાળો થયો છે; પણ સુલક્ષણાએ વગર પૂછ્યેજ બધા સમાચાર કહી સંભળાવ્યા તથા ભવિષ્યમાં ફૂલ વીણવા જવાની સાફ ના કહી, ત્યારેજ વિષ્ણુદત્તને ખાતરી થઈ કે સુલક્ષણા પોતાનું પાતિવ્રત્ય સાચવી શકી છે.

એક વખત રાત્રીના સમયે વિષ્ણુદત્ત સુલક્ષણાના ખેાળામાં માથું મૂકીને સૂઈ રહ્યો હતો અને સુલક્ષણા તેને પંખો નાખી રહી હતી, એટલામાં એકસ્માત્ તેનો એક દોઢ વર્ષનો કોમળ પુત્ર રમતો રમતો સળગતી આગમાં પડી ગયો. હવે સુલક્ષણા ગભરાઈ કે શું કરવું ? “જો પુત્રને બચાવવા સારૂ પતિને ખોળામાંથી ઉઠાડું છું, તો પતિની ઊંઘ ઊડી જવાથી તેમને કષ્ટ થશે અને જો નથી ઉઠાડતી તે વહાલો પુત્ર સળગીને મરી જશે !” એવા સંકટના સમયમાં તેણે હાથ જોડીને પરમેશ્વરની પ્રાર્થના કરી કે, “હે દીનાનાથ ! જગતરક્ષક સર્વાન્તર્યામી દીનદયાળ ! મેં આજ દિન સુધી મારા પતિ સિવાય બીજા કોઇ પુરુષની સ્વપ્નમાં પણ ઈચ્છા ન કરી હોય, જો મારા હૃદયમાં પ્રાણપતિ સિવાય બીજા કોઈને પણ સ્થાન ન મળ્યું હોય અને જો હું સાચી પતિવ્રતા હોઉં તો આ પ્રચંડ અગ્નિને પણ ચંદનના જેવો શીતળ કરી દે.”

એમ કહેવાય છે કે સુલક્ષણાના મોંમાંથી આ શબ્દ નીકળતાંવારજ