પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૪
ભારતની દેવીઓ - ગ્રંથ ૨ જો



ગોથાં ખાય છે તેમાં સાધારણ બુદ્ધિના મનુષ્યને માર્ગ જડી આવે છે, માટે આપ આપની શંકા મને જણાવો.”

કાલિદાસે રાજાનો પ્રશ્ન જણાવ્યો. કલાવતીએ ત્રીજે દિવસે સવારે એ પ્રશ્નનો ઉત્તર આપવાનું જણાવ્યું.

કળાવતીનું લગ્ન એજ નગરમાં એક પંડિત સાથે થયું હતું. માતાનું મૃત્યુ થયેલું હોવાથી એ સવારસાંજ પિતાને ઘેર જઈ અને જમાડી સાંજ પડતાં પહેલાં પોતાને સાસરે જઈ પતિસેવામાં નિમગ્ન થતી હતી. એ દિવસે એણે સાસરે જવાનું માંડી વાળ્યું અને કામને ઉત્તેજિત કરે એવા તામસી ભોજન તૈયાર કર્યા તથા પોતે પણ સોળે શણગાર સજીને પિતાને જમાડવા બેઠી. ત્યાર પછી કાલિદાસના પલંગ આગળ જઈ તેની સાથે ચોસર રમવા બેઠી અને હાવભાવ તથા કામકટાક્ષથી કાલિદાસના મનમાં વિકાર ઉત્પન્ન કરાવ્યો. મહાન કવિ પોતાનું ભાન ભૂલી ગયો અને વિષયાંધ બનીને તેણે દીવો હોલવી નાખ્યો. કલાવતી પતિવ્રતા હતી. તેણે પહેલેથીજ આ માટે એક દાસીને પડદામાં બેસાડી રાખી હતી અને કહી મૂક્યું હતું કે, “હું ઈશારો કરું એટલે તરતજ તારે મારી જગ્યાએ ગોઠવાઈ જવું.” કાલિદાસે દીવો હોલવી નાખ્યો એટલે દાસી આવીને કલાવતીની જગ્યાએ ગોઠવાઈ ગઈ. કામાંધ કાલિદાસે તેને પકડીને વિષયભોગ કર્યો. કામ શાંત થયા પછી તેને અસહ્ય પશ્ચાત્તાપ થવા લાગ્યો કે, “હાય ! મેં આજે આ કેવું ઘોર પાપ કર્યું છે ? આજ મારૂં જ્ઞાન ક્યાં બળી ગયું ? મેં ઘણી વાર વાંચ્યું હતું કે પુત્રી સાથે પણ પિતાએ એકાંતમાં ન રહેવું છતાં આજ મારી બુદ્ધિ ક્યાં બહેર મારી ગઈ ? આ પ્રમાણે કાલિદાસ શોક કરી રહ્યો હતો એટલામાં કલાવતી હાથમાં દીપક લઈને નીચેથી આવી અને કાલિદાસના પલંગમાં પડેલી સ્ત્રી એકદમ શરમાઈને નીચે ચાલી ગઈ. તેથી કાલિદાસ ઘણું આશ્ચર્ય પામ્યો અને પુત્રીના ચાતુર્યની પ્રશંસા કરવા લાગ્યો કે, “હે વિદુષી પુત્રી ! આજ તેં મારી લાજ રાખી છે. બાકી મારી વિદ્યા તો આજે વંઠી ગઈ હતી.”

કલાવતીએ કહ્યું: “પિતાજી ! આપ કાંઈ પણ ખેદ ન કરશો. આપના પ્રશ્નનો ઉત્તર આપવા સારૂજ મેં આ યુક્તિ રચી હતી.