પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

.




નિવેદન

આ અગાઉ ‘ભારતનાં સ્ત્રીરત્નો’ અને ‘ભારતની દેવીઓ’ના નામે ત્રણ આવૃત્તિ બહાર પડેલી છે. તે પૈકીના બીજા ગ્રંથને ત્રણ વિભાગમાં વહેંચી નાખીને તે પૈકીનું આ પહેલું પુસ્તક ‘રૂપસુંદરી અને બીજાં સ્ત્રીરત્નો’ એ નામથી પ્રસિદ્ધ થાય છે.

‘ભારતની દેવીઓ’ પુસ્તક ઘણું દળદાર ને ઉપયોગી છે. એ દળદાર ગ્રંથને ખરીદી શકે એવાં કુટુંબોની સ્ત્રીઓ આવા ગ્રંથના વાચનથી વંચિત ન રહે, એ લક્ષમાં લઈને આ રીતે છૂટા વિભાગો કરવામાં આવ્યા છે.

આ પુસ્તકમાં રજપુતયુગની ૭૪ શ્રેષ્ઠ સન્નારીઓનાં ચરિત્રો આવે છે.

મુંબઈ,
તા. ૨૫–૭–’૪૯

સસ્તું સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટના ટ્રસ્ટીઓ વતી
મનુ સૂબેદાર (પ્રમુખ)

}