પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



११९–मयणल्लदेवी

પૃવીના કોઈ પણ દેશમાં ઉત્પન્ન થયેલા મહાન પુરુષોનાં ચરિત્રો વાંચતાં જણાઈ આવે છે કે તેમનામાં ઘણા પુરુષોના ભાવી જીવનની મહત્તા, બાલ્યાવસ્થામાં તેમની માતાઓએ પ્રેરેલા સારા સંસ્કારને આભારી હોય છે. જગન્નિયંતાએ નિર્માણ કરેલી માનવસૃષ્ટિની અધિષ્ઠાતા દેવી માતાજ છે. સુશીલ અને શિક્ષિત સ્ત્રીને જ્યારે રાજ્યમાતા થવાનું સદ્‌ભાગ્ય પ્રાપ્ત થાય છે, ત્યારે તેના શિક્ષણ અને સદુપદેશનો લાભ કેવળ તેના સંતાનને જ નહિ પણ આખા દેશને મળે છે. દક્ષિણના ઇતિહાસથી પરિચિત પ્રત્યેક મનુષ્ય જાણે છે કે, છત્રપતિ શિવાજી મહારાજનું મહત્ત્વ કોને આભારી હતું ? નિઃસંદેહ તેમની સુશીલ માતા જીજાબાઈનેજ, અંગ્રેજીમાં એક કહેવત છેઃ “જે સ્ત્રી બાળકના પારણાને હીંચકા નાખે છે તે સ્ત્રી દુનિયા ઉપર રાજ કરે છે.” એ કહેવતનો મર્મ યથાર્થ છે.

આજ અમે જે પ્રસિદ્ધ રાજમાતાનો પરિચય આપવા માગીએ છીએ, તે સન્નારી ગરવી ગુજરાતનું રત્ન હતું. એ પ્રસિદ્ધ મહારાજા સિદ્ધરાજ જયસિંહની માતા હતી.

ઈ. સ. ૧૦૭૨ માં આપણા ગુજરાતમાં કર્ણ નામનો રાજા રાજ્ય કરતો હતો. રાજા કર્ણ સોલંકીવંશનો હતો. પ્રજાના પાલન અને સંરક્ષણ ઉપર તેણે સારૂં ધ્યાન આપ્યું હતું. ભીલ અને કોળીઓ તેની પ્રજાને જે ત્રાસ દેતા હતા તેમાંથી તેમને મુક્ત કરવાને કર્ણે યથાશક્તિ પ્રયાસ કર્યો હતો. તેણે અનેક દેવસ્થાનો તથા જલાશયો બંધાવ્યાં હતાં.

મયણલ્લદેવી દક્ષિણના રાજા જયકેશીની પુત્રી હતી. તેણે પોતાના મનપસંદ વરને વરવાને સંકલ્પ કર્યો હતે. એ સંકલ્પની

૨૪૦