પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫૯
અતિમંબે


એ સ્થાપેલાં ‘સેવાસદન’ ‘વનિતાવિશ્રામ’ અને પ્રૉ. કર્વેના ‘વિધવાશ્રમ’ જેવી સંસ્થાઓમાં યોગ્ય શિક્ષકોના હાથમાં તેમને સોંપીને તમારી વિધવા કન્યાઓનાં શૂન્ય જીવનમાં પૂર્ણતા આણી આપો, સંસારમાં તેમના નિષ્ફળ અને નીરસ થઈ ગયેલા જીવનને જગતના હિતમાં કામે લગાડી સફળ કરો!

સ્વામીની સ્મૃતિની સદા પૂજા કરીને, પવિત્ર વિદ્યાના અભ્યાસથી લીલાવતીની પેઠે વૈધવ્યનું સાર્થક કરીને, તમારા ઘરમાંની બાળવિધવાઓ પણ આપણા હત્‌ભાગ્ય દેશનું મુખ ઉજ્જવલ કરે, એજ અમારી જગન્નિયંતા પ્રત્યે પ્રાર્થના છે.

१२६–अतिमंबे

કર્ણાટકનિવાસી કવિ ચક્રવર્તી રત્નની પુત્રી હતી. એને જૈનધર્મ ઉપર અગાધ શ્રદ્ધા હતી. એ સદા વ્રતનિષ્ટ રહેતી હતી. ધર્મકાર્યો કરવા તરફ અનું વિશેષ ધ્યાન હતું, એણે સુવર્ણ અને રત્નજડિત એક હજા૨ જિન પ્રતિમાઓની સ્થાપના કરી હતી અને લાખ રૂપિયાનું દાન કર્યું હતું. દાનને લીધે એ એટલી બધી પ્રસિદ્ધ થઈ ગઈ હતી કે, લોકો એને દાનચિંતામણિ કહેતા હતા. એજ દાનલીલા રમણીના સંતોષની ખાત૨ રત્ન કવિએ અજિત પુરાણની રચના કરી હતી,