પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬૧
જયદેવ૫ત્ની પદ્મિની


સાત્ત્વિક શિકાર ખેલવા ગયો, તેની સાથે કવિવર જયદેવજીને પણ જવું પડ્યું. આ લાગ સાધીને રાણીએ આખા શહેરમાં જૂઠી ખબર ફેલાવી દીધી કે જયદેવને તો સિંહે ફાડી ખાધા. આ અબર સાંભળતાંવારજ પદ્મિની પતિવિયોગથી વિહ્‌વળ થઈ ગઈ અને એકદમ બેહોશ થઇ જઈને જમીન ઉપર ઢળી પડી. તેના બચવાની જરા પણ આશા રહી નહિ, આખા નગરમાં હાહાકાર વ્યાપી ગયો. પદ્મિનીનો આ અગાધ પ્રેમ તથા આટલી બધી પતિભક્તિ જોઈને રાણી ઘણીજ આશ્ચર્ય પામી અને ખુલ્લી રીતે તેની પ્રશંસા કરવા લાગી. પોતાનેજ લીધે નિર્દોષ પદ્મિનીનું મૃત્યુ આવી પહોંચ્યું એ વિચારથી એ ઘણીજ ચિંતાતુર થઈ. મનમાં ને મનમાં રાણી વિચારવા લાગી કે, “જ્યારે જયદેવ કવિને આ વાતની ખબર પડશે ત્યારે એ મને શું કહેશે ? આખા શહેરના લોકો મારી નિંદા કરશે અને ઈશ્વરને ત્યાં પણ મારે બ્રહ્મહત્યા તથા સ્ત્રીહત્યાનું પાપ ભોગવવું પડશે. હાય ! મારી બુદ્ધિ ક્યાં બહેર મારી ગઈ કે મને એવી દુષ્ટબુદ્ધિ સૂઝી ! હાય ! હવે મારા પતિ મને શું કહેશે? આજથી એમની દૃષ્ટિમાં હું શું છે અને ઘાતક ગણાઈશ. હવે એ મને કોઈ દિવસ પોતાની પાસે નહિ રહેવા દે, તથા હમેશાં મારો તિરસ્કાર કરશે.”

આ પ્રમાણે રાણીના મનનાં ઘણોજ પશ્ચાત્તાપ થઈ રહ્યો હતો, તથા ક્ષણે ક્ષણે નવી ચિંતાઓ ઊપજતી હતી, એટલામાંજ રાજાની સવારી શહેરમાં આવી પહોંચી અને રાજાએ મહેલમાં પ્રવેશ કર્યો. નગરમાં પ્રવેશ કરતાં વારજ પત્ની સંબધી હૃદયવિદારક સમાચાર જયદેવ કવિના સાંભળવામાં આવ્યા. તરતજ એ ઘેર પહોંચ્યા અને પત્નીને મૃત્યુના મુખમાં પડેલી જોઈને વિલાપ કરવા લાગ્યા.

રાજાએ પણ પોતાની રાણીને ઘણીજ ધમકાવી: “હે દુષ્ટા ! તું સ્ત્રી નહિ પણ રાક્ષસી છું. તું મારી પાસે રહેવાને યોગ્ય નથી. તે નિરપરાધી, નિર્દોષી, સદ્‌ગુણી સ્ત્રીને જોતજોતામાં મારી નાખી છે. એને મૃત્યુથી કવિરાજ જયદેવજીનું જીવન પણ નિસ્તેજ થઈ જશે. તારા જેવી નિર્દય સ્ત્રી બીજી કોઈ નહિ હોય.”

જયદેવે મૃત્યુશાય્યામાં પડેલી પત્નીની પાસે બેસીને મધુર સ્વરથી ગીતગોવિંદ ગાઈને શ્રીકૃષ્ણની સ્તુતિ કરવા માંડી. એ અપૂર્વ સ્તુતિ સાંભળીને ત્યાં આગળ બેઠેલા બધા લોકો કરુણ રસમાં