પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


१३१–रुक्मिणी वा रुखमाबाई

○ સ○ ના તેરમા સૈકામાં દક્ષિણમાં આનંદી નામના ગામમાં સિદ્ધોપંત નામના એક પવિત્ર, સદાચારી અને જ્ઞાની પુરુષ વસતા છે હતા. એ ચોવીસ ગામના કુલકર્ણી હતા અને સારી ધનસંપત્તિના સ્વામી હતા. તેમની પત્નીનું નામ ઉમાબાઈ હતું. એ પણ પતિના જેવીજ ધર્મપરાયણ હતી. સાધુ અને અતિથિનો સત્કાર કરવાનો એને ઘણો ઉમંગ હતો. એ બંને પતિપત્નીનો સંસાર સુખમાં વ્યતીત થતો. તેમને એક કન્યા હતી. રુકિમણી અથવા રુખમાબાઈ તેનું નામ હતું. રુકિમણીને માતાપિતાએ ધર્મશાસ્ત્ર તથા દેવસેવા વગેરેનું સારૂં શિક્ષણ આપ્યું હતું. કન્યા પરણવા યોગ્ય વયની થવાથી સિદ્ધોપંત અને ઉમાબાઈ યોગ્ય વરની શોધમાં હતાં. એવામાં વિઠ્ઠલપંત નામનો એક પરમ પવિત્ર અને ધાર્મિક વૃત્તિનો કુળવાન બ્રાહ્મણયુવક તીર્થયાત્રા અને સાધુસમાગમ કરતા કરતા આલંદીમાં જઈ પહોંચ્યો અને શ્રીસિદ્ધેશ્વર મહાદેવમાં ઊતર્યો. આલંદીના કુલકર્ણી સિદ્ધોપંતની ત્યાં આગળ એમને મુલાકાત થઈ. સિદ્ધોપંત સદ્‌ગુણી અને ધાર્મિક જમાઈનીજ શોધમાં હતા. આ યુવકમાં એમણે એ બધા ગુણો જોયા. તેના અંગ ઉપર જ્ઞાન તથા વૈરાગ્યની પ્રભા ઝળકી રહી હતી. એ દરરોજ નિત્યનિયમથી પરવારીને ઉપનિષદ્‌ની કથા કરવા બેસતા. સિદ્ધોપંતે એ યુવકના કુળ તથા માબાપ આદિની તપાસ કરાવી, તો ખબર પડી કે એ દરેક રીતે પોતાની કન્યા સાથે લગ્ન કરવાને યોગ્યજ છે; છતાં પણ વધારે પરીક્ષા કરવા સારૂ એ વિઠ્ઠલપંતને પોતાને ઘેર આગ્રહ કરીને લઈ ગયા અને પંદર દિવસ સુધી એને પોતાની સાથે રાખીને એના સ્વભાવથી પૂરેપૂરા જાણીતા થયા. એ સમયમાં સિદ્ધોપંતને સ્વપ્ન પણ આવ્યું કે, “આજ યુવકને તું તારી

૨૬૭