પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૭૦
ભારતની દેવીઓ - ગ્રંથ ૨ જો



તે સહન કરવું જોઈએ. પતિદેવ સંન્યાસી બન્યા તો હું ઘરમાં રહીને સંન્યાસિનીના જેવું વ્ર્ત અને તપશ્ચર્યામય જીવન ગાળીશ.” હવે એણે ચિંતા કરવી છોડી દીધી અને આખો દિવસ ધર્મકાર્યમાં ચિત્તને પરોવ્યું. પ્રાતઃકાળે ઊઠી ઇંદ્રાયણીમાં સ્નાન કરતી, બપોર સુધી પીપળાની પ્રદક્ષિણા કરતી, મુખથી રામનામ જપ કરતી, એકવેણી રહેતી અને એક જ વાર જમતી, એ લોકોની વાતો સાંભળતી પણ નહિ અને બોલતી પણ નહિં. આ પ્રમાણે ભગવાનની સેવામાં બાર વર્ષ એણે વ્યતીત કર્યા. મૂળથીજ તેનું અંગ કાંતિમાન હતું અને તેમાં વળી આ ઉગ્ર તપ સાધવામાં આવ્યું, એટલે તેનું શરીર ઘણુંજ તેજસ્વી બન્યું. મહાસતીનું આ અનુષ્ઠાન નિષ્કામ બુદ્ધિપૂર્વક હતું. નિષ્કામ વૃત્તિથી સેવા કરનારને પ્રભુ અણધાર્યા શુભ ફળની પ્રાપ્તિ કરાવે છે.

રામાનંદ સ્વામી પોતાના છપ્પન શિષ્યો સહિત દક્ષિણની યાત્રા કરવા નીકળ્યા. ફરતા ફરતા એમનું ઝુંડ આલંદીમાં આવી પહોંચ્યું. ત્યાં આગળ રુખમાબાઈ એમનાં દર્શન કરવા સારૂ ગઈ. એનું તેજસ્વી મુખ જોઈને રામાનંદ સ્વામી સમજી ગયા કે આ કોઈ પુણ્યાત્મા સ્ત્રી છે. એમણે પ્રસન્ન થઈને આશીર્વાદ આપ્યો “पुत्रवती भव ।” આ આશીર્વાદ સાંભળતાંજ રુખમાબાઈને હસવું આવ્યું. હસવાનું કારણ પૂછતાં તેણે જણાવ્યું: “પતિએ તો કાશીએ જ સંન્યસ્ત ગ્રહણ કર્યો છે. હું પતિવ્રતા સ્ત્રી છું, તો પછી આપનો આશીર્વાદ કેવી રીતે ફળશે એ વિચારથી મને હસવું આવ્યું.” સ્વામીજીએ તેની પાસેથી સવિસ્તર વૃત્તાંત જાણી લીધો. સ્વામીજીની ખાતરી થઈ કે પોતાનો શિષ્ય ચૈતન્યાશ્રમજ આ યુવતીનો પતિ છે. રામાનંદને રુખમાબાઈ ઉપર બહુ દયા ઉત્પન્ન થઈ. એ તેના પિતાને ઘેર ગયા. સિદ્ધોપંતે શ્રદ્ધાપૂર્વક તેમનું પૂજન કરીને પોતાને ઘે૨ ભિક્ષા કરાવી. સિદ્ધોપંતે પણ વિઠ્ઠલપંતના સંન્યસ્ત ગ્રહણની વાત સ્વામીજીને જણાવી અને કહ્યું કે, “એ બનાવથી મારૂં ચિત્ત સદા ચિંંતાતુર રહે છે.” સ્વામીજીને હવે એ કુટુંબ ઉપર પૂરી દયા આવી અને રામેશ્વર જવાનો વિચાર માંડી વાળીને એ સીધા કાશી ગયા. સિદ્ધોપંત પણ પોતાની પત્ની તથા કન્યાને લઈને સાથે ગયા. રામાનંદે એમને એક જુદા મકાનમાં ઉતારો આપ્યો અને પોતે મઠમાં ગચા. ગુરુને જલદી પાછા ફરેલા જોઈને ચૈતન્યાશ્રમ