પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૭૩
રુકિમણી વા રુખમાબાઈ



સંન્યાસી થયા પછી ગૃહસ્થાશ્રમમાં આવનાર મનુષ્યનો દાખલો પહેલાં બન્યો નહોતો, એટલે પોતાને પુત્રને જનોઈ દેવાનો અધિકાર છે કે નહિ એ બાબત એમને શંકા ઉત્પન્ન થઈ. ધર્મપરાયણ રુકિમણીએ સલાહ આપી કે, “આપણે કાંઈ ધર્માનુષ્ઠાન કરીએ, તેથી પાપનું પ્રાયશ્ચિત્ત થશે.” આખું કુટુંબ ત્ર્યંબકેશ્વરમાં ગયું અને ત્યાં દરરોજ મધ્યરાતે નદીમાં સ્નાન કરીને બ્રહ્મગિરિની પ્રદક્ષિણા કરવા માંડી. આ પ્રમાણે છ મહિના વહી ગયા, ત્યાં આગળ દૈવયોગે નિવૃત્તિનાથ માતપિતાથી છૂટા પડી ગયા અને તેમણે શ્રીગૈનીનાથ પાથે દીક્ષા લીધી. કેટલેક દિવસે નિવૃત્તિનાથ ગુરુની રજા લઈને ઘેર આવી માતપિતાને મળ્યા.

છોકરાંઓને મોટાં થતાં જોઈને રુકિમણી તથા વિઠ્ઠલ૫ંતની તેમને ચજ્ઞોપવીત આપવાની તીવ્ર ઈચ્છા થવા લાગી. હિંદુસ્તાનમાં ન્યાતબહાર રહેવામાં કેટલું દુઃખ સમાયું છે તે તો જેણે ભોગવ્યું હોય તેજ જાણે. આ સુધરેલા જમાનામાં પણ ન્યાતબહાર રહેવાની બીકથી ઘણા સ્વતંત્રતાના અભિમાની સુશિક્ષિત નરોને નીચું મુખ કરીને શ્રદ્ધાવિહીન પ્રાયશ્ચિત્ત કરતા જોયા છે, તો પછી એ યુગમાં વિઠ્ઠલનાથ અને રુકિમણીને પોતાના બાળકોને ન્યાતજાતમાં દાખલ થઈને નિષ્કલંક જીવન ગાળતાં જોવાની ઈચ્છા થાય એ સ્વાભાવિક જ હતું. એમને એ શંકા હતી કે અમારા જીવનમાંજ પુત્રનું યજ્ઞોપવીત નહિ થાય તો તેમને બ્રાહ્મણ વર્ણ સાથે સંબંધ તૂટી જશે અને તેથી અધઃપતન થશે. આ વિચારથી એમણે બ્રાહ્મણોની ન્યાત મેળવીને એમની આગળ મસ્તક નમાવીને પોતાનો અપરાધ વિનયપૂર્વક કબૂલ કરીને ક્ષમા આપવાની પ્રાર્થના કરી. બ્રાહ્મણોએ ઉત્તર આપ્યો કે, “તમારા અપરાધને માટે શાસ્ત્રમાં ક્યાંય પણ પ્રાયશ્ચિત્ત જણાવવામાં નથી આવ્યું અને તમારા બાળકોને ચજ્ઞોપવીત ધારણ કરવાની શાસ્ત્રની આજ્ઞા નથી. તમારો અપરાધ એવો તે ઘોર છે કે દેહાંત પ્રાયશ્ચિત્ત સિવાય બીજો કોઈ ઉપાય તમારે માટે હવે રહ્યો નથી.”

બ્રાહ્મણોનો એ નિર્ણય સાંભળીને વિઠ્ઠલપંત બાળકોના કલ્યાણ સારૂ પોતાના દેહનો અંત આણવા પણ તૈયાર થયા. તેમણે પોતાનું મન દૃઢ કર્યું. સ્ત્રીપુત્રાદિકનો મોહ છોડ્યો, બ્રાહ્મણોને વંદન કર્યું અને એકદમ પ્રયાગક્ષેત્ર તરફ પ્રયાણ