પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

१३२–संयुक्ता

મુસલમાનોએ જે વખત ભારતમાં પગપેસારો કર્યો, તે વખતે ઉત્તર હિંદુસ્તાનાં બધે રજપૂતોનું વધારે જોર હતું. ભારતવર્ષના પશ્ચિમ ભાગમાં જે એક વિસ્તીર્ણ પ્રદેશ છે તેનું નામ રાજસ્થાન કે રજપૂતાના છે. રજપૂતોનું એ આદિસ્થાન છે.

સાહસ, વીરતા અને મહાનુભવતામાં રજપૂતોની બરાબરી કરે એવી પ્રજા જગતમાં બીજી કોઈ નથી. એ બધા ગુણોમાં રજપૂત રમણીઓ પણ પુરુષ કરતાં કોઈ પણે પ્રકારે ઊતરે એવી નહોતી. વસ્તુતઃ રજપૂત જાતિમાં જેટલી વીર નારીઓએ જન્મ લીધો છે, તેટલી વીરાંગનાઓ અન્ય જાતિમાં ઉત્પન્ન થઈ નથી.

વિક્રમાદિત્ય, શિલાદિત્ય વગેરે રાજાઓના અસ્ત થયા પછી રાજસ્થાનમાં રજપૂત રાજાઓ વધારે પ્રબળ થયા હતા અને આખા ઉત્તર ભારતમાં તેમની વિજયપતાકા ઉડતી હતી.

મુસલમાનોએ ધીમે ધીમે ઉત્તર ભારતવર્ષના અનેક પ્રદેશો જીતવા માંડ્યા, પણ રજપૂત જાતિના મૂળ વતન રજપૂતાનામાં તેઓ પોતાનો અધિકાર જમાવી શક્યા નહોતા. હિંદુસ્તાનમાં જે વખતે પઠાણ બાદશાહો રાજ્ય કરતા હતા, તે વખતે રાજસ્થાનના રજપૂતો સંપૂર્ણ સ્વતંત્ર હતા. મોગલ બાદશાહ અકબરના વખતમાં, મેવાડ સિવાયના બધા રજપૂત રાજાઓએ બાદશાહનું ઉપરીપણું સ્વીકાર્યું હતું, પણ નામમાત્રમાં તેઓ મોગલોને આધીન હતા. ખરૂં જોતાં તો તેઓ પોતપોતાના રાજ્ય ઉપર સ્વતંત્રપણે રાજ્ય ચલાવતા હતા. કોઈ કોઈ વખત તેમને બાદશાહના તાબામાં સેનાપતિ તરીકે કે કોઈ તાબાના રાજ્યના સૂબા તરીકે નોકરી કરવા પણ જવું પડતું. એવે વખતે તેઓ

૨૭૫