પૃષ્ઠ:Rutugeeto.pdf/૧૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ૠતુગીતો
 
ઋતુગીતો
 


આસો

અને પકે શીમે, માસ આસો, પંક સર બલ પોયણાં,
[૧]દન નવે થપનાં કળશ દશરે, હદે ગોઠ્યાં હોયણાં;
નિવેદ દેવા ચડે નવલા વડો પરબહ વાપરે
જગ તેણ ઉન્નડ રતે જીવો સકજ સાંગણ સંભરે.

[આસો માસમાં સીમોની અંદર અન્નના દાણા પાકે છે. સરોવરના કાદવમાં પોયણાં પુષ્પો ખીલે છે. એ ‘નવા દિનો’માં દશેરાને રોજ કળશની સ્થાપના થાય છે. ગોઠ (મહેફિલો) ઉજવાય છે. લોકો ચાડથી (આગ્રહથી) દેવતાઓને નૈવેદ્ય ચડાવવા માટે આ માસનાં મોટાં પર્વોનો ઉપયોગ કરે છે. આ ઋતુમાં...]

કાર્તિક

માસ હીં કાતક [૨]જરા મોટાં, અંગ પર ખશ આવિયે,
કણ થિયે તાજો સહી કળજગ, [૩]પોત નૌતમ પાવિયે,
ઘણ [૪]ખીર ગ્રહજે ગલા ઘાટ૫, સાજ રાજા સબ કરે,
જગ તેણ ઉન્નડ રતે જીવો, સકજ સાંગણ સંભરે.

[ કાર્તિક માસમાં અંગ ઉપર બુઢાપો (થંડીને લીધે) આવે છે. બધી જાતનાં તાજાં કણ આવે છે. વસ્ત્રો પણ નવાં પ્રાપ્ત થાય છે. પશુઓનાં દૂધમાં ગળપણ અને ઘાટપ (ઘટ્ટતા) આવે છે. સર્વે રાજાઓ સાજ શેભા કરે છે. એ ઋતુમાં......]


  1. ૧. નવા દી (જુએ પાનું ૩૪)
  2. ૨. વૃદ્ધાવસ્થા.
  3. ૩. સ્ર,
  4. ૪. ક્ષીર (દૂધ).